મધમધતું સૌંદર્ય છોડો...આ ચીજ છે સ્ત્રીની સૌથી મોટી તાકાત, કોઈને પણ કરી શકે વશમાં

આચાર્ય ચાણક્યની ગણતરી મહાન અર્થશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, કૂટનીતિક તરીકે થાય છે. હાલના સમયમાં પણ તેમનું નીતિ શાસ્ત્ર એટલું જ પ્રાસંગિક લાગે છે.

મહાત્મા ચાણક્યએ એક શ્લોક દ્વારા સ્ત્રીનું વિશ્લેષણ કરેલું છે જે દ્વારા સ્ત્રીની સૌથી મોટી શક્તિ કઈ છે તે જાણવા મળે છે.

આ શ્લોકમાં ચાણક્યએ મહિલાઓની સાથે સાથે બ્રાહ્મણ, રાજા (નેતા/લીડર)ની શક્તિનું પણ વર્ણન કર્યું છે.

बाहुवीर्यबलं राज्ञो ब्राह्मणो ब्रह्मविद् बली। रूप यौवन माधुर्यं स्त्रीणां बलमनुत्तमम्।।

આ શ્લોકનો અર્થ થાય છે કે રાજાઓનું બળ બાહુબળ, બ્રાહ્મણોનું બળ જ્ઞાન, અને વિદ્યા જ્યારે મહિલાઓનું બળ મધુર વાણી, રૂપ, શીલતા અને યૌવન છે.

સ્ત્રીની શક્તિ

ચાણક્યએ સ્ત્રીની શક્તિની વિવેચના કર્યા બાદ એ સ્પષ્ટ કર્યું છે કે મધુર વાણી સ્ત્રીની સૌથી મોટી તાકાત હોય છે. મધુર વાણીથી સ્ત્રી કોઈને પણ પોતાના પ્રત્યે મંત્રમુગ્ધ કરવાની તાકાત ધરાવે છે.

શારીરિક સૌંદર્ય તેમની બીજી મોટી શક્તિ હોય છે.

જો કે ચાણક્યનું કહેવું છે કે સ્ત્રીની શારીરિક સુંદરતાથી વધુ મહત્વ તેમની વાણીની મધુરતાનું હોય છે. કારણ કે મધુર વાણીના દમ પર ઓછી સુંદર હોય તો પણ તે ગમે તેને પોતાના પ્રશંસક બનાવી શકે છે.

Disclaimer:

અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.