નવરાત્રીની શરૂઆત ગુરુવાર અને 3 ઓક્ટોબર 2024 થી થઈ ચૂકી છે.
નવ દિવસ માં દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિમાં કેટલીક વસ્તુઓની ખરીદી કરવામાં આવે તો તે શુભ સાબિત થાય છે.
નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરે લાવવો શુભ છે તેનાથી સકારાત્મકતા વધે છે.
નવરાત્રીમાં તુલસીનો છોડ ઘરે વાવી તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
નવરાત્રી દરમિયાન ધનના દેવી માં લક્ષ્મીની તસ્વીર કે મૂર્તિ ઘરે લાવવી પણ શુભ ગણાય છે. તેનાથી ઘરમાં સમૃદ્ધિ વધે છે.
નવરાત્રી દરમિયાન શૃંગારનો સામાન લેવો પણ શુભ છે તેનાથી અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
નવરાત્રી દરમિયાન ચાંદીનો સિક્કો ખરીદવો પણ શુભ છે તેને ઘરમાં રાખવાથી ધન ધાન્ય વધતું રહે છે