દેવ દિવાળીના દિવસે સવારે વહેલા ઉઠીને ફટાફટ કરજો આ કામ, માતા લક્ષ્મીની કૃપા વરસશે!

આવતી કાલે એટલે કે 15મી નવેમ્બરે કારતક પૂર્ણિમાની સાથે કારતક માસ પૂરો થશે. શાસ્ત્રોમાં કારતક માસ ખુબ શુભ મનાય છે.

એવું કહેવાય છે કે આ મહિનામાં જેટલું પણ દાન કરાય છે કે પછી જેટલા પણ શુભ કાર્યો કરવામાં આવે છે તેનો શુભ લાભ મળે છે.

આવામાં કાલે કારતક પૂર્ણિમાના દિવસે સવારે ઉઠતાની સાથે જ આ કામ કરી લો તો ઘરમાં ખુશહાલી આવી જાય છે.

મોડે સુધી ન સૂવું જોઈએ

કારતક પૂનમના દિવસે મોડા સુધી ન સૂવું જોઈએ. સવારે સૂર્યદેવના જાગતા પહેલા તમારા ભગવાન અને ઈષ્ટદેવને પ્રણામ કરો.

બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન

કારતક માસમાં બ્રહ્મ મુહૂર્તમાં જ ગંગા સ્નાન કરવું શુભ મનાય છે. આમ કરવાથી માતા લક્ષ્મીનો વાસ સદા તમારા ઘર અને આશીર્વાદ તમારા ઉપર રહે છે.

બ્રહ્મચર્યનું પાલન કરો

કારતક માસમાં પૂરા બ્રહ્મચર્યનું પાલન કરવાથી સારા પરિણામ મળે છે. તન-મનમાં સાત્વિકતા જાળવી રાખો અને સાચા મનથી ભગવાનને નમન કરો.

દીપદાન

કારતક પૂનમના દિવસે દીપ દાન કરવાથી ભગવાન વિષ્ણુ ખુબ પ્રસન્ન થાય છે. આ દિવસે મંદિર, તુલસી, આંબળાનું ઝાડ, નદી, પોખર, કૂવો, વાવડી અને તળાવના કિનારે દીપ દાન કરવાનું વિધાન છે.

વડીલોના આશીર્વાદ

કારતક પૂનમના દિવસે ક્રોધ, ગુસ્સો, ઘમંડ, અપશબ્દોનો ઉપયોગ ન કરો. સવારે ઉઠીને વડીલોના આશીર્વાદ લો.

Disclaimer:

પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે સામાન્ય જાણકારીની મદદ લીધી છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી