નાગા સાધુ અને અઘોરી લગભગ જોવામાં એક સરખા લાગે પરંતુ બહુ ઓછા લોકોને તેમના વચ્ચે શું ફરક છે તે ખબર હશે.
કુંભ મેળા દરમિયાન મોટી સંખ્યામાં નાગા સાધુઓ મંત્ર સાધના અને યોગ કરે છે.
નાગા સાધુઓ યુદ્ધ કળામાં પારંગત હોય છે.
નાગા સાધુ બનવા માટે અખાડાઓમાં રહેવું પડે છે. બહું કપરી પરીક્ષાઓ આપવી પડે છે.
નાગા સાધુ બનવા માટે ગુરુનું નિર્ધારણ કરવું જરૂરી છે.
અઘોરીઓ તંત્ર સાધના કરે છે. એકાંતમાં રહે છે. અઘોરી એકાંતમાં સમય પસાર કરતા હોય છે.
અઘોરી સાધના દરમિયાન જીવનના અનેક વર્ષો સુધી સ્મશાનમાં રહે છે.
અઘોરી બનવા માટે કોઈ ગુરુ બનાવવા પડતા નથી. તેમના ગુરુ સ્વયં શિવ ભગવાન હોય છે.
અઘોરીઓ માંસાહારી હોય છે. સ્મશાનમાં તેઓ મડદાના માંસનું સેવન કરે છે એવું પણ કહેવાય છે.
અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.