ઘરમાં કેમ અગરબત્તી ન કરવી જોઈએ, ખાસ જાણો શું કહે છે ધર્મ શાસ્ત્ર

અનેક ચીજોનો ઉપયોગ

પૂજા પાઠ વખતે આપણે બધા અનેક ચીજોનો ઉપયોગ કરીએ છીએ.

અગરબત્તી

જેમાંથી એક વસ્તુ છે અગરબત્તી. પૂજા પાઠ વખતે અગરબત્તી આમ તો સામાન્ય રીતે વપરાતી વસ્તુ છે.

ન કરવી જોઈએ અગરબત્તી

પરંતુ શાસ્ત્રોનું માનીએ તો પૂજા સમયે ઘરના મંદિરમાં ભૂલેચૂકે અગરબત્તી ન કરવી જોઈએ.

કેમ ન કરવી જોઈએ

તેની પાછળ પણ શાસ્ત્રોમાં કારણ જણાવેલું છે કે કેમ ઘરના મંદિરમાં અગરબત્તી ન કરવી જોઈએ.

લાગે પિતૃદોષ

શાસ્ત્રોનું માનીએ તો ઘરના મંદિરમાં અગરબત્તી પ્રગટાવવી એ અશુભ મનાય છે. તેનાથી ઘરમાં પિતૃદોષ લાગે છે.

વાંસની બનેલી હોય છે અગરબત્તી

અગરબત્તી એ વાંસની બનેલી હોય છે અને શાસ્ત્રોમાં વાંસને બાળવું એ અશુભ ગણાય છે. આથી ઘરમાં અગરબત્તી ન કરવી જોઈએ.

ઠાઠડી હટાવી લેવાય છે

તમે જોયું હશે કે મૃતદેહને જ્યારે વાંસની ઠાઠડી પર લઈ જવાય છે. પરંતુ મૃતદેહ બાળતી વખતે તે ઠાઠડીને હટાવી લેવાય છે. કારણ કે હિન્દુ ધર્મમાં વાંસને બાળવો એ અશુભ ગણાય છે.

ખરાબ શક્તિઓનો પ્રભાવ

શાસ્ત્રોનું માનીએ તો વાંસમાં પિતૃઓ અને નેગેટિવ ઉર્જાને રોકવાની તાકાત હોય છે. આવામાં અગરબત્તી બાળવાથી પિતૃઓ નારાજ થાય છે. આ સાથે જ ખરાબ શક્તિઓ પણ પ્રભાવ નાખવા લાગે છે.