જો આવા સપના આવે તો સમજી જજો...ખરાબ સમયનો આવી ગયો અંત

સપનાનો અર્થ

દરેક સપનાનો કઈકને કઈક અર્થ નીકળે છે અથવા તો સંકેત આપે છે. કેટલાક સપના શુભ ફળ આપે છે તો કેટલાક અશુભ.

શુભ અશુભ સપના

આ શુભ અશુભ સપના આપણા જીવન પર મોટો પ્રભાવ છોડે છે. સ્વપ્ન શાસ્ત્રમાં સપનાના ફળ વિશે જણાવવામાં આવ્યું છે.

ખરાબ સમય પૂરો

અમે કેટલાક એવા સપના જણાવીશું જે ખરાબ સમયનો જીવનમાં અંત આવ્યાના સંકેત આપે છે.

કેરી જોવી

સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં કેરી જોવી એ શુભ હોય છે. સપનામાં પાકેલી કેરી દેખાય તો સમજી લો તમારી તમામ સમસ્યાનો અંત આવી ગયો છે.

કમળનું ફૂલ જોવું

સપનામાં કમળનું ફૂલ દેખાય તો ધનની દેવી તમારા પર પ્રસન્ન અને ધન પ્રાપ્તિના સંકેત મળે છે.

ભગવાનની મૂર્તિ જોવી

સપનામાં ભગવાનના દર્શન કરવા કે ભગવાનની મૂર્તિ જોવી. તમાર પર દેવી દેવતાની કૃપા થવાનો સંકેત છે.

સપનામાં વાંસળીના સૂર સંભળાવવા

સપનામાં પોતાની જાતને વાંસળી વગાડતી જોવી કે વાંસળીના સૂર સંભળાવવા તે શુભ સંકેત છે. સંબંધ મધુર થવાના અને સુખ શાંતિના સંકેત છે.

શિવલિંગ દેખાવું

સપનામાં શિવલિંગ દેખાવવાનો અર્થ છે કે તમે કોઈ કામમાં સફળ થશો. મુશ્કેલીઓ દૂર થશે. વારંવાર શિવલિંગ દેખાય તો સમજી જવું કે શિવજી તમારા પર મહેરબાન છે.