અંક જ્યોતિષમાં દરેક મૂલાંકની વિશેષતાઓ જણાવવામાં આવી છે.
અંકશાસ્ત્ર અનુસાર કેટલાક મૂલાંક હોય છે જેની યુવતીઓ વાતચીતમાં તેજ હોય છે.
કોઈપણ મહિનાની 3, 12, 30 કે 21 તારીખે જન્મેલી છોકરીઓનો મૂલાંક 3 હોય છે.
આ છોકરીઓ પોતાના આકર્ષક અને મધુર અવાજથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
કોઈપણ મહિનાની 5, 14 કે 23 તારીખે જન્મેલી છોકરીઓનો મૂલાંક 5 હોય છે. તેઓ જીજ્ઞાસુ અને ઉત્સાહી હોય છે.
આ છોકરીઓ નવું નવું શીખવા તૈયાર હોય છે અને તેઓ વાતચીતથી બધાનું દિલ જીતનાર હોય છે.
કોઈપણ માસની 7, 16 કે 25 તારીખે જન્મેલી છોકરીઓનો મૂલાંક 7 હોય છે અને તે વિનમ્ર સ્વભાવની હોય છે.