બાજરો શિયાળાનું સુપરફુડ છે. તેને ખાવાથી શરીરને અનેક લાભ થાય છે.
બાજરામાં આયરન, પોટેશિયમ સહિતના પોષકતત્વો હોય છે.
બાજરો એવું અનાજ છે જેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે.
બાજરામાંથી રોટલી, દલિયા, ખીચડી, ચૂરમું સહિતની વસ્તુઓ બને છે.
બાજરાની રોટલી શિયાળામાં ખાવાથી હાડકા મજબૂત થાય છે.
મહિલાઓએ વધતી ઉંમરે થતી સમસ્યાઓને ટાળવા બાજરો ખાવો જોઈએ.
બાજરો ખાવાથી શરીરમાં લોહીની ઊણપ હોય તો તે દુર થાય છે.
બાજરો ખાવાથી ઠંડી ઓછી લાગે છે. કારણ કે તે શરીરને અંદરથી ગરમ રાખે છે.