બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો, ભગવાનને યાદ કરો અને સત્ય બોલો.
100 વર્ષની યોજના બનાવી શકો છો પરંતુ તમે નથી જાણતા કે જીવનમાં હવે પછીને ક્ષણે શું થવાનું છે.
કોઈ વ્યક્તિ પીડામાં હોય ત્યારે અને કોઈના અગ્નિ સંસ્કાર થતા હોય ત્યારે જીવનનું સત્ય સામે દેખાય છે.
દરેક વ્યક્તિમાં ભગવાનને જુઓ, દરેક પ્રાણીમાં ઈશ્વરનો અંશ હોય છે.
બધા જ ધર્મ એકસમાન છે. દરેક ધર્મ વ્યક્તિને ભગવાનની નજીક લઈ જાય છે.
જો તમે કોઈને પ્રેમ નથી કરી શકતા તો તમે પોતાનું લક્ષ્ય પણ પ્રાપ્ત નથી કરી શકતા.
જો તમને કોઈ દુ:ખી કરે તો પણ તેને પ્રેમ આપો. બીજા પર દયા કરવાની અને ક્ષમા કરવાનું શીખી લો.
દુનિયામાં બધું જ અસ્થાયી છે. બસ ઈશ્વરનો પ્રેમ જ સાચો પ્રેમ છે.
એવા લોકોની વચ્ચે રહો જે તમારું ભલું ઈચ્છે, પોતાની આસપાસ સકારાત્મક વિચારોવાળા લોકોને રાખો.