વાસ્તુ શાસ્ત્રુ અનુસાર ઘરમાં સવારના સમયે સૂર્યોદય બાદ અને સૂર્યોદય પહેલા ઝાડુ લગાવવાનું શુભ માનવામાં આવે છે.
સવારે સૂર્યોદય બાદ ઝાડુ લગાવવું શુભ માનવામાં આવે છે, તેનાથી આર્થિક મુશ્કેલી દૂર થાય છે.
રાતના સમયે ઝાડુ ન લગાવવું જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા વધે છે.
ઝાડુને હંમેશા છુપાવીને રાખો. કોઈ બહારની વ્યક્તિને ઝાડુ ન દેખાડવું જોઈએ.
મંદિર કે તિજોરી પાસે ભૂલમાં પણ ઝાડુ ન રાખવું જોઈએ.
ઝાડુને ક્યારેય ઊભુ ન રાખવું જોઈએ.
ઝાડુ પર પગ ન લગાવવો જોઈએ. જો પગ ભૂલમાં લાગી જાય તો માફી માંગવી જોઈએ.
જૂની સાવરણીને એકાદશી, ગુરૂવાર કે પછી શુક્રવારના દિવસે ન ફેંકવી જોઈએ.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.