ભગવાન શિવ ભોળાનાથ છે પરંતુ તેમનું રૌદ્ર સ્વરુપ ભયાનક પણ છે.
મહાદેવની ભક્તિ કરવાથી જીવનના બધા જ સંકટનો નાશ થઈ જાય છે.
જ્યારે પણ હર હર મહાદેવ બોલવામાં આવે છે ત્યારે હાથ ઊંચા કરવામાં આવે છે.
આવું શા માટે કરવામાં આવે છે તેના વિશે ઓછા લોકો જાણતા હોય છે.
એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મનના ભાવ શિવજી સામે પ્રગટ થાય છે.
આમ કરવાનો અર્થ છે કે તમે શિવજીને પોતાની જાત સમર્પિત કરો છો.
હર શબ્દનો અર્થ થાય છે નાશ કરનાર અર્થાત દુર કરનાર
જ્યારે હર હર મહાદેવના નાદ સાથે હાથ ઊંચા કરો છો ત્યારે તમે શિવજી પ્રત્યે સમર્પણની ભાવના વ્યક્ત કરો છો.