IPL 2024માં બન્યા આ 10 મહારેકોર્ડ, જાણીને તમે પણ ચોકી જશો

200+ સ્કોર

આઈપીએલ 2024માં 41 વખત 200થી વધુ રન બન્યા. આ કોઈ એક સીઝનનો રેકોર્ડ છે.

સિક્સ

આ સીઝનમાં અન્ય સીઝનની તુલનામાં સૌથી વધુ સિક્સ લાગી.

સદી

આ સીઝનમાં કુલ 14 સદીઓ બેટરો દ્વારા ફટકારવામાં આવી છે. જે એક આઈપીએલ સીઝનમાં સૌથી વધુ છે.

કુલ રન

સનરાઇઝર્સ હૈદરાબાદે આરસીબી વિરુદ્ધ મેચમાં 3 વિકેટ પર 287 રન બનાવ્યા. આ ટૂર્નામેન્ટના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર છે.

સફળ રનચેઝ

પંજાબ કિંગ્સે કોલકત્તા વિરુદ્ધ 262 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો રનચેઝ છે.

મેચ ટોટલ

સનરાઇઝર્સ અને આરસીબી વચ્ચે મેચમાં કુલ 549 રન બનાવ્યા હતા. આ કોઈ મેચનો સૌથી મોટો ટોટલ છે.

ફાઇનલ

કેકેઆર અને હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચ 29 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ. આ આઈપીએલ ઈતિગાસમાં કોઈ વિઘ્ન વગર સૌથી નાની (નોકઆઉટ) મેચ છે.

સુનીલ નરેન

સુનીલ નરેને ત્રીજીવાર (2012, 2018, 2024) મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સીઝન બન્યો છે. તે ત્રણ વખત આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી છે.

57 બોલ

કોલકત્તાએ 57 બોલ બાકી રહેતા આઈપીએલ ફાઈનલ જીતી હતી. આ પ્લેઓફ/નોકઆઉટમાં બોલની દ્રષ્ટિએ સૌથી મોટી જીત છે.

શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યર આઈપીએલ ફાઈનલમાં બે અલગ-અલગ ટીમોની આગેવાની કરનાર પ્રથમ કેપ્ટન બન્યો. તેણે પહેલા દિલ્હી અને હવે કોલકત્તાની કમાન સંભાળી.