અનુષ્કા શર્માના ગીતનો દીવાનો છે કોહલી, આ ત્રણ સોંગ વિરાટના ફેવરેટ

આઈપીએલ 2024

ભારતીય ક્રિકેટ સ્ટાર બેટર વિરાટ કોહલી આ દિવસોમાં આઈપીએલ 2024માં આરસીબી તરફથી રમી રહ્યો છે.

સૌથી વધુ રન

આ સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવવામાં કોહલી નંબર વન છે. તેના નામે એક સદી પણ છે.

ગીત પસંદ

ક્રિકેટથી ખુબ પ્રેમ કરનાર કોહલીને ગીત સાંભળવા પણ પસંદ છે. તાજેતરમાં તેણે પોતાના ત્રણ ખાસ ગીતોના નામ જણાવ્યા છે.

વીડિયો

આરસીબીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોહલી ત્રણ ફેવરેટ ગીતના નામ જણાવી રહ્યાં છે. તેમાંથી બે અનુષ્કા શર્માના છે.

આ વીડિયોમાં કોહલીની ટીમના સાથી મેક્સવેલ અને ફાફની સાથે સવાલ જવાબ કરી રહ્યો છે.

ત્રણ ફેવરેટ સોંગ

ફાફે કોહલીને પૂછ્યું કે ત્રણ એવા ભારતીય ગીત જે તને સાંભળવા પસંદ છે.

આ ત્રણ નામ

કોહલીએ પહેલું નામ- Channa Mereya, બીજુ નામ- oh ho ho ho remix અને ત્રીજુ નામ Ainvayi Ainvayi જણાવ્યું.

અનુષ્કા શર્મા

નોંધનીય છે કે Channa Mereya અને Ainvayi Ainvayi માં કોહલીની પત્ની અનુષ્કા શર્મા છે.

ટી20 વિશ્વકપ

કોહલી આઈપીએલ બાદ ભારત માટે ટી20 વિશ્વકપમાં રમતો જોવા મળશે. જે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.