ઈડન ગાર્ડન્સમાં કેકેઆર તરફથી સુનીલ નરેન વન મેન આર્મી સાબિત થયો. તેણે શાનદાર સદી ફટકારી હતી.
નરેને માત્ર 49 બોલમાં સદી ફટકારી. તેણે 109 રનની ઈનિંગમાં છ સિક્સ અને 13 ચોગ્ગા ફટકાર્યા.
નરેનની સદી પર શાહરૂખ ખાન ખુશ થઈ ગયો. તેણે બંને હાથ ઉપર કરી ઉજવણી કરી હતી.
શાહરૂખ ખાને ન માત્ર સદીનો જશ્ન મનાવ્યો. પરંતુ નરેનની સદીની મદદથી કિંગ ખાને ડાન્સ મૂવ દેખાડ્યા હતા.
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. તેણે નરેનની ઈનિંગની મજા માણી હતી.
સુનીલ નરેનની સદી પર ગૌતમ ગંભીર પણ ખુબ ખુશ જોવા મળ્યો હતો. તેણે નરેનને ફરી ઓપનિંગમાં બેટિંગ માટે અજમાવ્યો છે.
ગૌતમ ગંભીરે સદીની શુભેચ્છા આપતા મેદાન પર નરેનને ગળે લગાવ્યો હતો. આ મૂમેન્ટ ખુબ વાયરલ થઈ છે.
કોલકત્તાએ ઈડન ગાર્ડન્સમાં શાનદાર બેટિંગ કરી 20 ઓવરમાં 223 રન ફટકાર્યા હતા.
કેકેઆર તરફથી સદી ફટકારનાર નરેન ચોથો બેટર છે. આ પહેલા વેંકટેશ અય્યર અને બ્રેન્ડન મેક્કુલમ આ સિદ્ધિ મેળવી ચુક્યા છે.