અર્શદીપ સિંહે મુંબઇ ઇન્ડિયન્સની સામે છેલ્લી ઓવરમાં 2 વખત મિડલ સ્ટમ્પ તોડ્યા હતા. જેને લઇને આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
IPLમાં જે એલઇડી સ્ટમ્પનો ઉપયોગ થઇ રહ્યો છે જેની કિંમત લાખો રૂપિયા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક એલઇડી સ્ટમ્પના સેટની કિંમત ભારતીય મુદ્રા પ્રમાણે 24 લાખ રૂપિયા છે.એલઇડી સ્ટમ્પ એટલા માટે આટલા મોંઘા છે કારણ કે, તે અત્યાધુનિક ટેકનોલોજીથી સંપૂર્ણ સજ્જ છે.
એલઇડી સ્ટમ્પનો ઉપયોગ હાલમાં વન ડે અને ટી 20 મેચમાં થાય છે... જેમાં રહેલા બેલ્સ માઇક્રોસેસરની ગતિને મહેસૂસ કરી શકે છે.
સ્ટમ્પના બેલ્સમાં એક ખાસ પ્રકારની બેટરી પણ રહેલી હોય છે. જેમાં બોલ અ઼ડકે તો લાઇટ ચાલું થાય છે.
આ ઉપરાંત સ્ટમ્પમાં કેમેરા અને માઇક્રોફોન પણ લગાવવામાં આવે છે. જેમાં ખેલાડીઓનો અવાજ ફેન્સને પણ સાંભળવા મળે છે.
આ ઉપરાંત સ્ટમ્પમાં કેમેરા અને માઇક્રોફોન પણ લગાવવામાં આવે છે. જેમાં ખેલાડીઓનો અવાજ ફેન્સને પણ સાંભળવા મળે છે.