ICC દર વર્ષે ખેલાડીઓના સારા પ્રદર્શન માટે એવોર્ડ આપે છે.

આ વર્ષે પણ ICC એ એવોર્ડ જીતનાર ખેલાડીઓના નામ જાહેર કર્યા છે.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના અઝમતુલ્લા ઓમરઝાઈએ ​​મેન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.

ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મેન્સ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર આપવામાં આવ્યો.

મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ ભારતીય બેટ્સમેન સ્મૃતિ મંધાનાને મળ્યો છે.

ન્યુઝીલેન્ડની એમેલિયા કેરે મહિલા ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.

એન ડેર્કસેનને ICC ઇમર્જિંગ વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

કામિન્દુ મેન્ડિસે ICC ઇમર્જિંગ મેન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે.

ICC મહિલા અને પુરૂષ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડના વિજેતાના નામની જાહેરાત 28 જાન્યુઆરીએ કરવામાં આવશે.