વિરાટ કોહલીના નામે સૌથી વધુ 973 રનનો રેકોર્ડ છે.
રાજસ્થાન રોયલ્સનો જોસ બટલર 863 રનની સાથે બીજા સ્થાને છે.
ગુજરાત ટાઈટન્સના શુભમન ગિલ 851 રનની સાથે ત્રીજા સ્થાને છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમતા ડેવિડ વોર્નરે 848 રન ફટકાર્યા હતા. આ લિસ્ટમાં તે ચોથા સ્થાને છે.
હૈદરાબાદ માટે કેન વિલિયમસન 735 રન ફટકારી ચુક્યો છે અને તે લિસ્ટમાં પાંચમાં નંબરે છે.
ક્રિસ ગેલ 733 રનની સાથે લિસ્ટમાં છઠ્ઠા સ્થાને છે.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી માઇકલ હસીએ એક સીઝનમાં 733 રન બનાવ્યા હતા. તે લિસ્ટમાં સાતમાં નંબરે છે.
ફાફ ડુ પ્લેસિસ વર્તમાન સીઝનમાં 730 રન ફટકાર્યા હતા. તે આ લિસ્ટમાં આઠમાં સ્થાને છે.
ક્રિસ ગેલે 2013માં 708 રન ફટકાર્યા હતા. તે આઈપીએલમાં એકમાત્ર બેટર છે જેણે બે વખત 700થી વધુ રન બનાવ્યા છે.
692 રનની સાથે ડેવિડ વોર્નર આ લિસ્ટમાં દસમાં ક્રમે છે.