પલંગ બની જશે AC, બેસતાં જ લોકો કહેશે- ઉફ્ફ! ઠંડી ઠંડી

AC Bedsheet

આજકાલ બજારમાં એક ખાસ પ્રકારની બેડશીટ (AC Bedsheet) મોટી માત્રામાં વેચાઈ રહી છે, જે પાથરીએ ત્યારે ઠંડી હવા આપે છે.

વીજળીનો થાય છે ઓછો વપરાશ

આ એસી બેડશીટની વિશેષતા એ છે કે તે ખૂબ જ ઓછી વિજળી વાપરે છે અને અવાજ પણ ઓછો કરે છે, જેના કારણે આરામદાયક ઊંઘ આવે છે.

ટ્યૂબથી થાય છે કૂલિંગ

આ શીટની એક બાજુએ ટ્યુબમાં એક કૂલિંગ ફેન લાગેલો હોય છે જે અંદર ઠંડી હવા મોકલે છે.

કંટ્રોલ બોક્સનું કામ

આ પંખાની સ્પીડને કંટ્રોલ કરવા માટે એક કંટ્રોલ બોક્સ છે જે આ શીટમાં ફીટ કરવામાં આવ્યું છે.

ગરમ હવા બહાર નિકાળવા માટે પણ

ગરમ હવાને બહાર નિકાળવા માટે એક ટ્યૂબ પણ હોય છે જે આ એસી ચાદરમાં લાગેલી હોય છે.

4.5 વોટ વિજ વપરાશ

એસી બેડશીટની કિંમત પણ એક બલ્બના વપરાશની તુલનામાં ઓછી વિજળી વાપરે છે. તેમાં લગાવેલ કૂલિંગ ફેન માત્ર 4.5 વોટ પાવર વાપરે છે.

વજન પણ વધુ નહી

આ એસી બેડશીટનું વજન ફક્ત 2 કિલો છે, એટલા માટે તેને સરળતાથી ફોલ્ડ કરીને ક્યાં પણ લઇ શકાય છે.

કેટલી છે કિંમત

આ બેડશીટની કિંમત 429 ડોલર છે, એટલે ભારતીય રૂપિયામાં લગભગ 35 હજાર રૂપિયા થાય છે.