આ સસ્તી કારની માઇલેજ 30km થી વધુ, ફીચર્સ પણ ભરપૂર!

Wagon R

આ મારૂતિ સુઝુકી વેગન આર છે, જે ભારતીય બજારમાં બે દાયકાથી હાજર છે. વેગન આર હજુપણ ખૂબ વેચાય છે. આ બેસ્ટ સેલિંગ કારોમાંથી એક છે.

માઇલેજ

વેગન આર શાનદાર માઇલેજ ઓફર કરે છે. સીએનજી પર તો આ 34.05km સુધીની માઇલેજ આપે છે. આ ઉપરાંત જરૂરિયાતના તમામ ફીચર્સ તેમાં મળી જાય છે.

કિંમત

મારૂતિ વેગન આર કારની કિંમત 5.54 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોપ મોડલની પ્રાઇઝ 7.38 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) છે.

એન્જીન ઓપ્શન

આ 5 સીટર કારમાં બે પેટ્રોલ એન્જીન ઓપ્શન 1-લિટર (67PS અને 89Nm) અને 1.2-લિટર (90PS અને 113Nm) મળે છે.

ગિયરબોક્સ

બંને એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સની પસંદગી ઉપલબ્ધ છે. પરંતુ, CNG વેરિઅન્ટમાં માત્ર 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઉપલબ્ધ છે.

સીએનજી

1-લિટર એન્જિન સાથે CNG વિકલ્પ ઉપલબ્ધ છે. CNG મોડલનું પાવર આઉટપુટ 57PS અને 82.1Nm છે.

ફીચર

તેમાં 7-ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4-સ્પીકર મ્યુઝિક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઑડિયો અને ફોન કંટ્રોલ અને 14-ઇંચના એલોય વ્હીલ્સ જેવી સુવિધાઓ છે.

સેફ્ટી ફીચર્સ

વેગન આરમાં ડ્યૂલ ફ્રંટ એરબેગ, ઇબીડી સાથે એબીએસ, રિયર પાર્કિંગ સેન્સર અને હિલ હોલ્ડ અસિસ્ટ (ફક્ત એએમટી મોડલમાં) જેવા ફીચર્સ પણ આવે છે.