દુનિયાની આ છે 5 ખતરનાક Jobs, PHOTOS જોઈને પણ લાગશે ડર

તમે વિચારતા હશો કે નોકરી માત્ર ઓફીસમાં બેસીને જ થાય છે પમ અમુક નોકરીઓ એવી છે કે જ્યા કામનું ભારણ અને ટારગેટથી પણ વધારે કઈંક છે.શું તમે જાણો છો કે એવી પણ નોકરી છે કે  તો એ છે જેમાં જીવનું જોખમ છે થતા નોકરિયાત વર્ગ રોજ આ કામ કરે છે.

Updated By: Jan 22, 2021, 04:07 PM IST
દુનિયાની આ છે 5 ખતરનાક Jobs, PHOTOS જોઈને પણ લાગશે ડર

ઝી બ્યૂરો, અમદાવાદઃ સામાન્ય રીતે તમે જે નોકરી સાથે સંકળાયેલા હોવ તેને જ તમે અઘરી ગણતા હોવ છો પરંતુ ખરેખર એવું હોતું નથી.કોઈ પણ નોકરીમાં તેના કામમાં આવડત આવી ગયા પછી તે અઘરી રહેતી નથી પરંતુ જે નોકરીમાં આવડત આવ્યા પછી પણ જીવનું જોખમ રહે છે તે ખતરનાક નોકરી છે.


નંબર-1 ક્રાઈસ્ટ રેડીમર સ્ટેચ્યુ
2320 ફૂટની ઊંચાઈ ઉપર  ક્રાઈસ્ટની મૂર્તિ બનાવવામાં આવી છે.વર્ષ 2007માં આ મૂર્તિ પર વીજળી પડી હતી ત્યારે તેની આંગળીઓના રિપેરીંગ કરવા માટે સારા સારા કોન્ટ્રાક્ટરો ધ્રુજી ગયા અને ત્યાર પછી તેને દુનિયાના બેસ્ટ એન્જીનિયરને તે કામ સોંપવામાં આપ્યું.આ કામ કરતા નોકરીયાતોએ પોતાનું ગુજરાન ચલાવવા ખતરનાક કામ કર્યું.


નંબર-2 લેંડ માઈન રીમુવર
માઈન શોધવા માટેની ટુકડીની નોકરી સૌથી ખતરનાક હોય છે.માઈન બોમ્બ શોધવા ખતરાથી ખાલી નથી હોતા અને એમાં પણ આ બોમ્બને શોધી તેને નિષ્ક્રિય કરવા 100 ટકા જીવનું જોખમ છે.દુનિયાભરમાં લાખો લોકો આ ખતરનાક કામના કરાણે જીવ ગુમાવી ચૂક્યા છે.આ યાદીમાં બોમ્બ વિરોધી ટુકડીનો પણ સમાવેશ થાય છે.


નંબર-3 સ્મોક જમ્પર
જંગલમાં લાગેલી આગને કાબૂમાં મેળવવાનું  સ્મોક જમ્પરનું કાર્ય હોય છે .આ નોકરી માટે ફાયરના કર્મચારીઓને લેવામાં આવે છે.જંગલમાં જ્યારે આગ લાગે ત્યારે સ્મોક જમ્પર પ્લેનની મદદથી પહોંચે છે કેમ કે, સામાન્ય રીતે જંગલની વચ્ચે જ આગ લાગે છે જ્યાં સામાન્ય ફાયર ફાયટર પહોંચી શકતા નથી.પ્લેનમાંથી સ્મોક જમ્પર પેરાસૂટથી નીચે ઉતરે છે અને આગ પર કાબૂ મેળવે છે.પેરાસૂટથી નીચે ઉતરતા સમયે જો હવાની દિશા બદલાય તો આગમાં પડવાનો ભય રહે છે જેના કારણે સ્મોક જમ્પરની ટીમમાં એવા જ લોકોને લેવામાં આવે છે કે જેને સ્કાયડાઈવિંગ આવડતું  હોય અને આગ પર કાબૂ મેળવવાનો અનુભવ હોય આ ઉપરાંત સ્મોક જમ્પરની જોબ માટે તેમના અમુક મહિનાની કડક ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.


નંબર-4 માઉન્ટીંન પાઉટ ડ્રાઈવર
પહાડો પર નાના અને વળાંકવાળા રસ્તાઓ પર ટ્રક કે બસ ચલાવવું સહેલું નથી.દુનિયામાં અમુક એવા પણ લોકો છે જેમને રોજ આવા રસ્તા પરથી પસાર થવું પડે છે.દુનિયામાં કેટલાક દેશો એવા છે કે આવી ખતરનાક જગ્યાઓ પર માત્ર બસ જ જઈ શકે છે. બસ ચાલકની સામાન્ય ભૂલથી બસ હજારો ફૂટ ઉંડી ખાઈમાં જઈ શકે છે.


નંબર-5 સ્કાય સ્કેપર વિન્ડો ક્લિનર
વિન્ડો સાફ કરવી એ  સામાન્ય કામ છે પરંતુ જ્યારે વાત થતી હોય હજારો ફૂટ ઉંચી બનાવેલી બિલ્ડીંગની ત્યારે હોસ કોસ ઉડી જાય છે જી હા, સ્કાય સ્કેપર વિન્ડો ક્લિનર હજાર ફૂટ ઉપર જઈને એક દોરડાના સહારે લટકીને બારીના કાચ સાફ કરે છે જેથી બિલ્ડીંગમાં રહેતા લોકો અંદરથી બહારનો નજારો જોઈ શકે પણ આ બિલ્ડીંગના કાચ સાફ રાખવાની જોખમી જોબમાં વર્ષે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે. મિત્રો,આ હતી દુનિયાની 5 એવી ખતરનાક જોબ કે જ્યાં કામ કરવામાં સામાન્ય ભૂલ થાય તો જીવ જઈ શકે છે.આ પ્રકારની જોબ કરતા લોકો માટે ભૂખ પણ કેવી અજીબ છે ભૂલ વગરનું કાર્ય કરો તો જ સંતોષાય નહીં તો દેવલોક જતા રહેવાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube