15 વર્ષની ગીતાંજલિ રાવે જીત્યું ટાઇમ મેગેઝિનનું `કિડ ઓફ ધ યર`નું ટાઇટલ
ગીતાંજલી રાવ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ તેણે નાની ઉંમરમાં અનેક કારનામા કર્યા છે. તે એક વૈજ્ઞાનિક અને ઇનોવેટર છે.
ન્યૂયોર્કઃ જાણીતા ટાઇમ મેગેઝિનના 'કિડ ઓફ ધ યર'નો ખિતાબ ભારતીય મૂળની ગીતાંજલિ રાવને આપવામાં આવ્યો છે. ટાઇમે પોતાના કવર પેજમાં 15 વર્ષની ગીતાંજલીને સ્થાન આપ્યું છે. ગીતાંજલી રાવ કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ તેણે નાની ઉંમરમાં અનેક કારનામા કર્યા છે. તે એક વૈજ્ઞાનિક અને ઇનોવેટર છે. ટાઇમ મેઝેટિન માટે હોલીવુડી સુપરસ્ટાર એન્જલીના જોલીએ ગીતાંજલિનું ઈન્ટરવ્યૂ લીધું છે.
ગીતાંજલિ રાવને 5,000થી વધુ ઉમેદવારોના ક્ષેત્રથી ટાઇમના પ્રથમ બાળકના રૂપમાં પસંદ કરવામાં આવી છે.
ઈન્ટરવ્યૂ દરમિયાન રાવે પોતાના અચંબિત કરનારા કામ વિશે તકનીકનો ઉપયોગ કરતા દૂષિત પેયજલથી લઈને ઓપિયોડની લત અને સાઇબરબુલિંગ સુધીના મુદ્દા અને વિશ્વભરની સમસ્યાઓનો હલ કરવા માટે યંગ ઇનોવેટર્સનો એક વૈશ્વિક સમુદાય બનાવવાના પોતાના મિશન વિશે વાત કરી હતી.
TV પર લાઇવ વેક્સિનનો ડોઝ લેવા તૈયાર થયા ત્રણ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ, જાણો કારણ
ઈન્ટરવ્યૂમાં રાવે કહ્યુ કે, મને લાગે છે કે હજુ કંઈ નથી, આપણે બસ તે જાણકારી મેળવવાની જરૂર છે કે અમે જે વસ્તુ વિશે ભાવુક છીએ અને તેને હક કરીએ. ભલે તે નાનું હોય પરંતુ હું કચરાને ઉપાડવાની એક સરળ રીત શોધવા ઈચ્છુ છું. બધો ફેર પડે છે. કંઈ મોટું કરવા માટે ત્યારે દબાવ ન અનુભવો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube