)
Gold Price in Venezuela: શું તમે વિશ્વાસ કરશો કે દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં સોનાનો ભાવ એક કપ સારી ચા કે કોફી કરતા ઓછો છે? આ વાત સાંભળવામાં કોઈ સપના કે અફવા જેવી લાગી શકે છે, પરંતુ દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આજની હકીકત છે. જ્યાં સોનું ખરીદવા માટે ભારતમાં લોકોએ મોટો ખર્ચ કરવો પડે છે, ત્યાં તેની કિંમત પાણીના ભાવની છે.
181 રૂપિયામાં 1 ગ્રામ સોનું
ભારતમાં જ્યાં સોનાની કિંમતો આસમાને પહોંચી રહી છે, તો વેનેઝુએલામાં ગણિત ઉલ્ટુ ચાલી રહ્યું છે. આંકડા પર નજર કરીએ તો ભારતમાં 24 કેરેટના એક ગ્રામ સોનાની કિંમત આશરે 13827 રૂપિયા છે. તેનાથી વિપરીત, વેનેઝુએલામાં આ શુદ્ધતાવાળા સોનાનો ભાવ ભારતીય મુદ્દામાં માત્ર 181.65 રૂપિયા છે. એટલે રૂપિયામાં ભારતમાં કોઈ સારા રેસ્ટોરન્ટમાં એક કપ ચા મળે છે.
વેનેઝુએલામાં 22 કેરેટ સોનાની પણ આવી સ્થિતિ છે, જ્યાં તે 166 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ મળી રહ્યું છે. પરંતુ આ સસ્તું સોનું ખુશીઓનું નહીં, પરંતુ ત્યાંની કરન્સી 'વેનેઝુએલન બોલિવર' (VES) ના વિનાશ અને ઐતિહાસિક ઘટાડાનું પ્રતીક છે.
સ્વિત્ઝર્લેન્ડ મોકલાયું સોનું
રોયટર્સ અને સ્વિસ બ્રોડકાસ્ટર SRF ના રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોના કાર્યકાળ દરમિયાન વિશેષ કરી 2013થી 2016 વચ્ચે આશરે 113 મેટ્રિક ટન સોનું ગુપચુપ રીતે સ્વિત્ઝર્લેન્ડ મોકલવામાં આવ્યું હતું.
સરકારે અર્થવ્યવસ્થાને સહારો આપવા અને લોન ચુકવવા માટે પોતાના ગોલ્ડ રિઝર્વનો ખૂબ ઉપયોગ કર્યો. પરિણામ તે આવ્યું કે એક સમયે સોનાના ભંડાર ધરાવતા દેશનું સત્તાવાર ગોલ્ડ રિઝર્વ સતત ઘટતું રહ્યું. ટ્રેન્ડિંગ ઇકોનોમિક્સના આંકડા પૂરાવો છે કે 2024 સુધી વેનેઝુએલા પાસે માત્ર 161 ટન સોનું બચ્યું હતું. ભ્રષ્ટાચાર અને મોંઘવારીને કારણે સરકારી ખજાનો ખોખલો થઈ ગયો હતો.
8000 ટનનો ભંડાર, પછી દાણા-દાણાનો મોહતાજ
વેનેઝુએલાની વિડંબના એ છે કે તે ગરીબ દેશ નથી, પરંતુ એક એવી વ્યવસ્થા છે જેણે તેને લાચાર બનાવી દીધો છે. તે વિશ્વના એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં કુદરતે બંને હાથે પોતાની સંપત્તિનો ભરપૂર ઉપયોગ કર્યો છે. દુનિયાના કાચા તેલનો 17 ટકા ભંડાર આ દેશ પાસે છે. માત્ર તેલ જ નહીં સત્તાવાર દાવા પ્રમાણે વેનેઝુએલાની ધરતીની નીચે ઓરિનોકો માઇનિંગ આર્કમાં 8000 ટનથી વધુ સોનું, હીરા અને બોક્સાઇડનો વિશાળ ભંડાર દબાયેલો છે.
જો સાચી રીતે ખનન થયું હોત તો વેનેઝુએલા આજે દુનિયાના સૌથી ધનવાન દેશમાં સામેલ હોત. નબળી નીતિઓ અને સંસાધનોની ખરાબ વ્યવસ્થાને કારણે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ પ્રમાણે 2024ના અંત સુધી અહીં સત્તાવાર ગોલ્ડ પ્રોડક્શન માત્ર 30.6 ટન રહ્યું, જે વૈશ્વિક સ્તર પર શૂન્ય છે.