વોશિંગ્ટન: કાયલા રાન કેટલાય સમયથી પેટના દુખાવાથી પરેશાન હતી. સૂજનની સાથે સાથે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. તેનું વજન સતત વધી રહ્યું હતું અને કામ કરવું લગભગ અશક્ય બની રહ્યું હતું. લોકો તેને પૂછવા લાગ્યા હતાં કે શું તે પ્રેગ્નેન્ટ છે? અનેક લોકોને તો એમ લાગતુ હતું કે તેના પેટમાં જોડકા છોકરા છે. ડિલિવરીનો સમય આવ્યો તો લોકો તેને ઘરેલુ સામાન લાવવામાં પણ મદદ કરવા લાગ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પરંતુ વાસ્તવિકતા જ્યારે કાયલા રાનની સામે આવી ત્યારે તે ચોંકી ગઈ. વાત જાણે એમ હતી કે કાયલા પ્રેગ્નેન્ટ નહતી. પરંતુ તેની ઓવરીમાં તરબૂચ જેટલી સાઈઝનું સિસ્ટ (એક પ્રકારની ટ્યૂમર) હતી. જેમ જેમ તે મોટી થઈ રહી હતી કે તેના શરીરના અન્ય અંગોને તે દબાવી રહી હતી, જે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતું.



મેમાં સર્જરી દ્વારા કાયલા રાનની ઓવરી અને 50 પાઉન્ડ (લગભગ 23 કિલો)ની સિસ્ટ (ટ્યૂમર) કાઢવામાં આવ્યાં. ડોક્ટરોનું કહેવું છે કે તેમણે આટલી મોટી સિસ્ટ ક્યારેય જોઈ નથી. અલબામાના જેક્સન હોસ્પિટલના અધિકારીઓએ આ સપ્તાહે કરેલી સર્જરી અંગે જાણકારી આપી. તેમણે કહ્યું કે કાયલા રાનની ઓવરીમાં સિસ્ટિક ટ્યૂમર હતું જેને કાઢી નાખવામાં આવ્યું છે. સર્જનનું કહેવું છે કે અમે લોકો ઉત્સાહિત છીએ કારણ કે બધુ સારી રીતે પાર પડ્યું. બીજી બાજુ કાયલા રાનનું કહેવું છે કે સર્જરી બાદ તેનું લગભગ 75 પાઉન્ડ વજન ઘટી ગયું. તે કહે છે કે આ કોઈ સામાન્ય હળવી સર્જરી નહતી. અનેકવાર હું દર્દથી તડપી ઉઠી પરંતુ મારી આસપાસ સપોર્ટ કરનારા લોકો હતા આથી કોઈ ચિંતા થઈ નહીં.



કાયલા રાન કહે છે કે હું સતત સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી પરેશાન હતી. કોઈ ઉકેલ આવતો નહતો. આથી મારી માતા મને નજીકની જેક્સન હોસ્પિટલના ઈમરજન્સીમાં લઈ ગઈ. ત્યાં પહેલા તો ડોક્ટરોએ જણાવ્યું કે તેના પેટમાં કઈંક નક્કર વસ્તુ જોવા મળી રહી છે. ત્યારબાદ ક હ્યું કે પેટ નહીં પરંતુ ઓવરીમાં છે અને તેને કાઢવી પડશે. કાયલા કહે છે કે હું જ્યારે પણ તે અંગે વાત કરતી તો બૂમો પાડી ઉઠતી. 30 વર્ષની કાયલા રાન વોશિંગ્ટન પોસ્ટ સાથે વાત કરતા પોતાના શરૂઆતના દિવસોના અનુભવો શેર કરે છે. તે કહે છે કે જ્યારે લોકો તેને પ્રેગ્નેન્સી અંગે જાત જાતના સવાલો કરતા હતા ત્યારે તે મજાકમાં કહેતી કે હું તેનું નામ ટેકો બેલ રાખવાની છું. (તસવીરો-સાભાર- ટ્વિટર પેજ @JacksonHospital)