Viral News: ઈટલીના વિસેન્ઝા શહેરમાં એક 70 વર્ષીય વ્યક્તિએ એવું કારનામું કર્યું કે, જેને સાંભળીને સૌ કોઈ હેરાન થઈ ગયા. આ વ્યક્તિએ 53 વર્ષ સુધી પોતાને સંપૂર્ણપણે અંધ હોવાનો ઢોંગ કર્યો અને અંધ હોવાના બહાને સરકારી વિકલાંગતા ભથ્થું મેળવ્યું. તેણે આ ખોટા દેખાવાથી 10 લાખ યુરોથી વધુ રકમ પોતાના ખાતામાં જમા કરી લીધી. એટલે કે, અડધી સદીથી પણ વધુ સમય સુધી તેણે સમાજ અને સરકારને છેતર્યા. શરૂઆતમાં કદાચ કોઈએ શંકા ન કરી, પરંતુ ધીમે ધીમે તેની હરકતો શંકાસ્પદ લાગવા લાગી. નાણાકીય પોલીસે તેની દેખરેખ શરૂ કરી અને જાણ્યું કે, આ વ્યક્તિ આરામથી બાગકામ કરે છે, બજારમાં જાય છે અને પોતાના ઘરનો સામાન ખરીદે છે.
આ પુરાવો સાબિત કરે છે કે. તે ખરેખર અંધ નહોતો. આ સમગ્ર મામલાએ માત્ર અધિકારીઓને જ ચોંકાવ્યા નહીં, પરંતુ સોશિયલ મીડિયા પર પણ લોકોને પણ હેરાન કરી દીધા. લોકોએ આ વ્યક્તિની ચાલાકી અને ગોટાળા પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.
પોલીસે કરી દેખરેખ
શરૂઆત ત્યારે થઈ જ્યારે નાણાકીય પોલીસને આ વ્યક્તિની હરકતો પર શંકા થઈ. પાંચ દાયકા પહેલાં એક ઘટના બાદ તેને સરકારી રેકોર્ડમાં અંધ દર્શાવવામાં આવ્યો હતો. પોલીસે તેને લગભગ બે મહિના સુધી ટ્રેક કર્યો. દેખરેખમાં જાણવા મળ્યું કે, આ વ્યક્તિ આરામથી બાગકામ કરે છે, ઘરનો સામાન ખરીદે છે અને બજારમાં રોકડમાં ચૂકવણી કરે છે. ઘણા ઉત્પાદનોનું નિરીક્ષણ કરીને એ સાબિત થયું કે તે ખરેખર અંધ નહોતો.
2 લાખ યુરોનો લગાવ્યો ચૂનો
આ પુરાવાના આધારે વિસેન્ઝાના ફરિયાદીની ઓફિસે તેની વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. નાણાકીય પોલીસે તમામ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષા લાભો તરત જ રોકી દીધા. સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં તેણે જે અયોગ્ય લાભ લીધો, તેના પર કર (ટેક્સ) લાદવામાં આવ્યો, જેની કુલ રકમ લગભગ 200,000 યુરો હતી.
સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો
આ સમાચાર વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સે હેરાન થઈ ગયા. એક યુઝરે લખ્યું કે, “અસંભવ, આવું કેવી રીતે કોઈ 55 વર્ષ સુધી અંધ રહી શકે છે.” બીજા યુઝરે કહ્યું કે, “ગજબ છે, અમે તો વિચારતા હતા કે અમે જ ગરીબ છીએ.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી કે, “ચાલાકીની હદ છે, ટોપીબાજ આદમી!”