તાઇવાનના 67 ટકા લોકોએ ચીનની Vaccine લેવાની પાડી ના, જણાવ્યું આ કારણ

સ્ટ્રેટજિક સ્ટડી સોસાયટીના પ્રમુખ અને તામકાંગ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર વાંગ કુ યીએ કહ્યુ કે, તેનું સૌથી મોટુ કારણ ચીને વેક્સિન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક આંકડા ઉપલબ્દ કરાવ્યા નથી.

તાઇવાનના 67 ટકા લોકોએ ચીનની Vaccine લેવાની પાડી ના, જણાવ્યું આ કારણ

તાઇપેઃ તાઇવાનના 67 ટકા લોકોએ કહ્યું કે જો તેનો દેશ ચીનથી કોરોના વેક્સિન (Corona Vaccine) આયાત કરે છે તો તે લગાવશે નહીં. જ્યારે 24.3 ટકા લોકોએ વેક્સિન લેવા માટે હા પાડી છે. તાઇવાન ટાઇમ્સ પ્રમાણે આ સર્વે ફોકસ સર્વે રિસર્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન 67 ટકા લોકોએ વેક્સિન ન લેવાની વાત કહી છે તો 27.1 ટકા લોકેએ એકપણ ડોઝ ન લેવા અને 39.9 ટકા લોકોએ કોઈપણ કિંમતે વેક્સિન ન લેવાનું કહ્યું છે.

સર્વેમાં તાઇવાનના લોકોએ જણાવ્યું કારણ
સ્ટ્રેટજિક સ્ટડી સોસાયટીના પ્રમુખ અને તામકાંગ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર વાંગ કુ યીએ કહ્યુ કે, તેનું સૌથી મોટુ કારણ ચીને વેક્સિન સાથે જોડાયેલા વૈજ્ઞાનિક આંકડા ઉપલબ્દ કરાવ્યા નથી. સર્વે દરમિયાન 5.5 ટકા લોકો એવા છે, તેણે કહ્યું કે, જો તાઇવાન ચીન પાસે રસી મંગાવે તો તે જરૂર લેશે. જ્યારે લોકોને તે પૂછવામાં આવ્યું કે, તાઇવાન અને ચીન દ્વારા કોઈ ઉદ્દેશ્યપૂર્ણ વાતચીત શરૂ કરવાની આશા છે. તેના પર 77.9 ટકા લોકોએ હામાં જવાબ આપ્યો તો 13.7 ટકા લોકોએ કહ્યું કે, તેને આશા નથી.

વિશ્વભરમાં કોરોના મહામારી સાથે જોડાયેલી મુખ્ય વાતો
જર્મનીમાં કોરોના પ્રતિબંધો વિરુદ્ધ શનિવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ દરમિયાન તેનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. 

પાકિસ્તાને 12 દેશોથી વિમાન યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં મોટા ભાગના આફ્રિકી દેશ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news