80 વર્ષની ઉંમરે કર્યો કમાલ, એક અઠવાડિયામાં કરી 3400000000000 રૂપિયા કમાણી, અમીરીમાં મસ્કથી બસ એક ડગલું દૂર... છતાં પણ ગુમનામ?
How Larry Ellison Earn Money: 80 વર્ષના એક વૃદ્ધે અબજોપતિઓની વચ્ચે હલચલ મચાવી દીધી છે. તેમનું નામ કદાચ તમને પણ ખબર નહીં હોય, પણ તેઓ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. અને કેમ ન હોય તેમની સંપત્તિ ચર્ચામાં છે.
Trending Photos
How Larry Ellison Earn Money: 80 વર્ષના એક વૃદ્ધે અબજોપતિઓમાં હલચલ મચાવી દીધી છે. તેમનું નામ કદાચ તમને પણ ખબર નહીં હોય, પણ તેઓ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. અને કેમ ન હોય તેમની સંપત્તિ ચર્ચામાં છે. તેમણે એક અઠવાડિયામાં એટલી બધી સંપત્તિ કમાઈ કે તેમણે ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ અને એમેઝોનના માલિક જેફ બેઝોસને પાછળ છોડી દીધા છે. હવે તેઓ નંબર 1 ના ખિતાબથી માત્ર એક ડગલું દૂર છે. એટલે કે ટેસ્લાના માલિક એલોન મસ્ક સંપત્તિ અને દૌલતમાં તેમનાથી આગળ છે.
80 વર્ષની ઉંમરે કમાલ
ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયનેયર્સનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું, અને એક નામથી બધાને આશ્ચર્ય થયું. 80 વર્ષના એક વ્યક્તિએ અમીરોની યાદીમાં એવી છલાંગ લગાવી કે બધા જોતા રહી ગયા. વિશ્વની સૌથી મોટી ડેટાબેઝ સોફ્ટવેર કંપનીઓમાંની એક ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે.
એક અઠવાડિયામાં 4 કરોડ ડોલરની કરી કમાણી
લેરી એલિસને એક અઠવાડિયામાં 4 કરોડ ડોલર એટલે કે 3.4 લાખ કરોડ રૂપિયા કમાયા અને તેમની કુલ સંપત્તિ 250.9 બિલિયન ડોલર થઈ ગઈ. 80 વર્ષની ઉંમરે તેમણે જેફ બેઝોસ ($229 બિલિયન) અને મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ($240 બિલિયન)ને પાછળ છોડી દીધા છે.
કેવી રીતે આટલી ઝડપથી વધી કમાણી?
લેરી એલિસનની કમાણી પાછળનું કારણ તેમની કંપનીના ઉત્તમ પરિણામો છે. શાનદાર ત્રિમાસિક પરિણામોને કારણે તેમની કંપની ઓરેકલના શેરમાં ઘણો વધારો થઈ રહ્યો છે. કંપનીએ 15.9 બિલિયનની કમાણી દર્શાવી અને પ્રતિ શેર 1.70 ડોલરનો એડજસ્ટેડ પ્રોફિટ પોસ્ટ કર્યો. ઓરેકલમાં લેરીનો હિસ્સો 41 ટકા છે. તેમની કંપની ક્લાઉડ કમ્પ્યુટિંગની દુનિયામાં એક મોટી કંપની છે.
પગાર ફક્ત 1 ડોલર
જો તમને લોકો દુનિયાના સૌથી ધનિક લોકોના નામ પૂછે, તો મોટાભાગના લોકો એલોન મસ્ક, જેફ બેઝોસ, મુકેશ અંબાણી જેવા નામ લેશે. લેરી એલિસન વિશે બહુ ઓછા લોકો જાણે છે. એલિસન લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી. તેની પાસે પોતાનો ટાપુ અને મિલિટ્રી એરક્રાફ્ટ છે. જો આપણે પગાર વિશે વાત કરીએ, તો તેણે ઘણા વર્ષો સુધી ફક્ત 1 ડોલરનો મૂળ પગાર લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે