પતંગ સાથે હવામાં ઉડી 3 વર્ષની માસૂમ બાળકી, જુઓ વીડિયો

તાજેતરમાં તાઇવાન (Taiwan) ખૂબ ચર્ચામાં છે. તેમાં મુખ્ય કારણ ચીન સાથે તેના તણાવપૂર્ણ સંબંધ અને દેશને મળનાર નવું વૈશ્વિક સમર્થન છે.  

પતંગ સાથે હવામાં ઉડી 3 વર્ષની માસૂમ બાળકી, જુઓ વીડિયો

નવી દિલ્હી: તાજેતરમાં તાઇવાન (Taiwan) ખૂબ ચર્ચામાં છે. તેમાં મુખ્ય કારણ ચીન સાથે તેના તણાવપૂર્ણ સંબંધ અને દેશને મળનાર નવું વૈશ્વિક સમર્થન છે.  

પરંતુ અહીં બીજું કંઇક પણ અસાધારણ થયું છે, જેથી લોકોની નજર તાઇવાન તરફ વળી છે. અહીં એક ત્રણ વર્ષની બાળકી પતંગ સાથે ઉડનાર વીડિયોએ લોકોને આશ્વર્યચકીત કરી દીધા છે. જી હા આ સાચું છે. આ બાળકી પતંગની દોરી પકડીને ઉભી હતી અને હવામાં હતી. 

— Mike Fagan (@MikeFaganTaiwan) August 30, 2020

સમાચારો અનુસાર બાળકી તાઇવાનના તટીય શહેરમાં રવિવારે પતંગ ઉત્સવ (Kite Festival)માં ભાગ લેવા આવી હતી, જેને નૈનિલિયાઓ કહેવામાં આવે છે. આ ઉત્સવ દરમિયના આ દુર્ઘટના થઇ. બાળકી પતંગ સાથે ઉડવાના વીડિયોમાં તે એક લાંબા નારંગી પતંક પકડેલી જોવા મળે છે અને પછી પળભરમાં તે હવામાં ઉડવા લાગે છે. પતંગની દોરી ફ્સાયેલી બાળકીને આ વીડિયોમાં 'ઉડતી' જોઇ શકાય છે. 

છોકરીને પતંગ દ્વારા જમીનથી થોડા મીટર ઉપર ઉપર ઉઠાવી લેવામાં આવી પછી તેને ખૂબ પ્રયત્નો કરીને નીચે લાવવામાં આવી. બાળકીને કોઇ નુકસાન થયું નથી. 

સ્થાનિક મીડિયા અનુસાર છોકરીને કોઇપણ જાતના નુકસાન વિના બચાવી લેવામાં આવી હતી, પરંતુ સ્વાભાવિક રૂપથી તે ભયભીત હતી. 

— Toon Seri Anthraxxxx (@anthraxxxx) August 30, 2020

આ ઘટના બાદ હિસંચૂ શહેરના મેયર લિન ચિહ-ચિએનએ સાર્વજનિક માફી જાહેર કરી અને કહ્યું આ પ્રકારની તમામ ગતિવિધિઓને અટકાવવામાં આવે છે. 

તો બીજી તરફ નગર નિગમના અધિકારીઓની મદદથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી. તેને કોઇ મોટી ઇજા પહોંચી નથી. પરંતુ તેની ગરદન પર થોડી ઇજા પહોંચી છે. 

મેયરે આ ઘટનાની સમીક્ષા કરવાનો વાયદો કરતાં કહ્યું કે આવી દુર્ઘટનાઓને ફરી થતાં અટકાવવી જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news