અફઘાનિસ્તાનઃ જલાલાબાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 66 ઘાયલ

અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસે નનગરહાર રાજ્યના જલાલાબાદ શહેરમાં જાહેર સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા 
 

અફઘાનિસ્તાનઃ જલાલાબાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 66 ઘાયલ

કાબુલઃ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસે નનગરહાર રાજ્યના જલાલાબાદ શહેરમાં અનેક જાહેર સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા. આ ઘટનામાં 66થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અગાઉ રવિવારે રાજધાની કાબુલના એક લગ્નસ્થળે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 63 લોકોનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી હતી. 

આજે થયેલા આતંકવાદી હુમલાની એક પણ આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. જલાલાબાદમાં ભર બજારમાં 10 જુદા-જુદા સ્થળે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. લોકો સ્વતંત્રતા દિવસના પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. આરોગ્ય અધિકારી ફહિમ બાશારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 66થી વધુ લોકો ઘાયલ થયા છે. 

— ANI (@ANI) August 19, 2019

રવિવારે લગ્નસમારોહમાં થયેલા બોમ્બ વિસ્ફોટના કારણે અફઘાનિસ્તાનની સરકારે દેશના 100મા સ્વતંત્રતા દિવસના સંદર્ભમાં આયોજિત સમારોહ સ્થગિત કરી દીધો હતો. જેનું આયોજન સોમવારે દર-ઉલ-અમન પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું. ખામા પ્રેસના અનુસાર, રાષ્ટ્રપતિના પ્રવક્તા સેદિક સિદ્દીકીએ જણાવ્યું કે, સચિવાલેય રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીના નિર્દેશ પર અફઘાનિસ્તાનના 100મા સ્વતંત્રતા સમારોહનું આયોજન રદ્દ કર્યું છે. 

સેદિકે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ 100મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે આઝાદીના શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી એક ભાષણ આપશેઅને સ્વતંત્રતા મીનાર પર પુષ્પચક્ર અર્પિત કરશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news