'હાઉડી મોદી'ની જબરદસ્ત સફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું એવું નિવેદન, દુશ્મનોના હાજા ગગડી જશે

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતાં. આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ પીએમઓના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરાયો જેને રીટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.

'હાઉડી મોદી'ની જબરદસ્ત સફળતા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યું એવું નિવેદન, દુશ્મનોના હાજા ગગડી જશે

હ્યુસ્ટન: હાઉડી મોદી ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. કાર્યક્રમની સફળતા પર ભાજપના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરીને પીએમ મોદીને અભિનંદન પણ પાઠવ્યાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક ટ્વીટ રીટ્વીટ કરી અને અમેરિકા તથા ભારત વચ્ચે મજબુત ભાગીદારીની વાત કરી. પીએમઓ દ્વારા ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલા એક વીડિયોને રિટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. 

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતાં. આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ પીએમઓના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરાયો જેને રીટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશ મંત્રાલયને એક અન્ય ટ્વીટને પણ રિટ્વીટ કરીને લખ્યું અદભૂત. અમેરિકી રાષ્ટ્રપતિએ કાર્યક્રમ બાદ પીએમ મોદીનો હાથ પકડીને સ્ટેડિયમનું ચક્કર લગાવ્યું હતું. 

— Donald J. Trump (@realDonaldTrump) September 22, 2019

મોદી ટ્રમ્પની જોવા મળી જુગલબંધી
પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતને અમેરિકાનો નીકટનો સહયોગી ગણાવતા કહ્યું કે અમેરિકામાં વસેલા ભારતીયો વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યાં છે. કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ અને મોદીનું જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળ્યું. પીએમ મોદીના સંબોધન દરમિયાન ટ્રમ્પ સતત મુસ્કુરાતા જોવા મળ્યાં. અનેકવાર  તેમણે તાળીઓ પણ પાડી. પીએમ મોદીનું સંબોધન પૂરું થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનો હાથ પકડીને સ્ટેડિયમનું ચક્કર પણ માર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ એનબીએ પ્રતિયોગીતામાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું. 

— Donald J. Trump (@realDonaldTrump) September 22, 2019

ટ્રમ્પે પાકિસ્તાનને પણ આપી ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે ટ્રમ્પે આ વાત કરી ત્યારે તે વખતે પીએમ મોદી સહિત સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે કહ્યું કે બંને દેશ મળીને તેની સામે લડશે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં સરહદ સુરક્ષાની પણ વાત કરી. 

જુઓ LIVE TV

ભારત અને અમેરિકાના બંધારણનો પણ કર્યો ઉલ્લેખ
ટ્રમ્પે કહ્યું કે પીએમ મોદી અને હું ભારત અને અમેરિકાને જોડનારા સંબંધોનો જશ્ન મનાવવા માટે આવ્યાં છીએ. ભારતના લોકોનું અમેરિકામાં હોવું એ સૌભાગ્યની વાત છે. મને તમારા માટે પ્રેમ છે. હું કહું છું કે વ્હાઈટ હાઉસમાં ભારત એક વિશ્વસનીય મિત્ર છે. હું એ વાત પણ કહી શકું છું કે તમને પણ ડોનાલ્ડ ટ્રમ્થી વધુ સારો મિત્ર નહીં મળે. પીએમ મોદી એ વાત જાણે છે. બંને દેશોનું બંધારણ ત્રણ શબ્દોથી શરૂ થાય છે- વી ધ પીપલ. પીએમ મોદીના નેતૃત્વમાં લોકો નવા ભારતને જોઈ રહ્યાં છે. મોદીના નેતૃત્વમાં ભારત 30 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શક્યું છે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news