અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા વિસ્ફોટ:40નાં મોત સેંકડો ઘાયલ

મોટાભાગનાં દેશોનાં દૂતાવાસો આવેલા છે તે વિસ્તારમાં કરાયેલા એમ્બ્યુલન્સ વિસ્ફોટમાં મોટી ખુંવારી

અફઘાનિસ્તાનમાં તાલિબાનો દ્વારા વિસ્ફોટ:40નાં મોત સેંકડો ઘાયલ

કાબુલ : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બોમ્બ વિસ્ફોટમાં 40 લોકોનાં મોત થયાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે 100થી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર વિસ્ફોટ એક એમ્બયુલન્સમાં તે સમયે થો જ્યારે તે પોલીસ ચેકપોસ્ટ નજીકથી પસાર થઇ રહી હતી. ઉપરાંત ઘટના સ્થળે ઘણી સરકારી બિલ્ડિંગ્સ અને ઘણા દેશોનાં દૂતાવાસો પણ આવેલા છે.

પબ્લિક હેલ્થ મિનિસ્ટ્રીનાં પ્રવક્તાએ કહ્યું કે, હૂમલામાં 17 લોકોનાં મોતનાં સમાચાર છે. જ્યારે ઘાયલોની સંખ્યા 80 કરતા પણ વધારે હોવાની માહિતી મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત અઠવાડીયે જ હોટલ ઇન્ટરકોન્ટિનેન્ટલ નજીક હૂમલો થયો હતો. જેમાં મોટા પ્રમાણમાં ખુવારી થઇ હતી. અફઘાનિસ્તાનમાં વાંરવાર દૂતાવાસ અને કેટલાક ખાસ ખાસ વિસ્તારોમાં તાલીબાનો દ્વારા આતંકવાદી હૂમલાઓ થતા રહે છે.

છેલ્લા એક અઠવાડીયાની અંદર કાબુલમાં થયેલો આ બીજો મોટો આતંકવાદી હૂમલો છે. હૂમલા બાદ સમગ્ર વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. હૂમલો થયો તેની નજીકમાંમાં યૂરોપિયન યૂનિયન સહિત ઘણી હાઇપ્રોફાઇલ ઓફીસ આવેલી છે. જો કે યૂરોપિયન યૂનિયનનાં પ્રતિનિધિ મંડળને ઘટના બાદ તાત્કાલીક સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગત્ત વર્ષે 31 મેનાં રોજ કાબુલનાં રાજદ્વારી વિસ્તારમાં ટ્રક બોમ્બ હૂમલા બાદનો આ બીજો સૌથી મોટો હૂમલો છે. 
અહેવાલો અનુસાર જમૂરિયર હોસ્પિટલની આસપાસ મોટા પ્રમાણમાં ઘાયલો અને શબોને લાવવામાં આવી રહ્યા છે. ડોક્ટર્સ દ્વારા હોસ્પિટલની પરસાળમાં જ ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. હૂમલામાં અત્યાર સુધી 40 લોકોનાં મોત થઇ ચુક્યા છે જ્યારે 140થી વધારે ઘાયલ થયા છે. વિસ્ફોટ એટલો ભયાવહ હતો કે 2 કિલોમીટર દુર રહેલી ઇમારતોનાં કાચ પણ તુટી ગયા હતા. જ્યારે નજીકની ઇમારતોનાં કાંચ સેંકટો મીટર દુર સુધી વિખેરાઇ ગયા હતા. વિસ્ફોટની એકદમ નજીક રહેલી એક ઓછી ઉંચાઇની ઇમારત તો જમીન દોસ્ત થઇ ગઇ હતી. 
આંતરિક મુદ્દાનાં મંત્રીએ જણાવ્યું કે, આત્મઘાતી વિસ્ફોટકે પહેલી ચેકપોસ્ટ દર્દી હોવાનું કહીને પાર કરી લીધી હતી. જો કે બીજી ચેકપોસ્ટ સુધીમાં તેને ઓળખી લેવાયો હોવાથી તેણે બીજી ચેકપોસ્ટ નજીક જ વિસ્ફોટ કરી દીધો હતો. વિસ્ફોટક ભરેલી એમ્બ્યુલન્સમાંથી પ્રચંડ વિસ્ફોટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news