ડિલીવરી બોય પર પડી હતી સ્ટારબક્સની ગરમ કોફી, હવે કંપની ચૂકવશે 4347420000 રૂપિયા
Starbucks Coffee Lawsuit: USમાં માઈકલ ગારસિયાને સ્ટારબક્સ રૂ. 434 કરોડ ચૂકવશે. કારણ કે 2020 માં કોફીના પડવાને કારણે તેને થર્ડ ડિગ્રી બર્ન અને નર્વ ડેમેડ થયું હતું. કોર્ટે કંપનીને નુકસાનની ભરપાઈ કરવાનો આદેશ આપ્યો હતો.
Trending Photos
Starbucks Coffee Lawsuit: આપણામાંથી કેટલા લોકો ઘરમાં કે બહાર ક્યાંક ગરમ વસ્તુઓ પડવાને કારણે અમુક અંશે દાઝી ગયા હશે? બાળપણમાં લગભગ દરેક વ્યક્તિ સાથે આવું બન્યું જ હશે. આવી સ્થિતિમાં ડોક્ટર પાસે સારવાર અર્થે લઈ જવાયા બાદ તમારો પરિવાર તમને કંઈક ખાવાનું આપીને શાંત કર્યું હશે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે, એક વ્યક્તિ ઉપર કોફી પડવાને કારણે તેને 434 કરોડ રૂપિયા મળવા જઈ રહ્યા છે. આ તમને વિચિત્ર લાગશે પણ આ સત્ય છે. આ કેસ 2020નો છે અને સ્ટારબક્સ સાથે સંબંધિત છે જેના પર હવે કોર્ટનો નિર્ણય આવી ગયો છે.
આ મામલો USનો છે, જ્યાં એક ડિલીવરી ડ્રાઈવર માઈકલ દારસિયાને સ્ટારબક્સ 5 કરોડ ડોલર અથવા 434.78 કરોડ રૂપિયા ચૂકવશે. આ મામલો એવો છે કે, ગારસિયા ડ્રાઇવ થ્રુ કોફીનો ઓર્ડર લેવા ગયો હતો. સ્ટારબક્સની બરિસ્ટા (સર્વર)એ તેને 3 કપ કોફી આપી. આમાંથી એક કપનું ઢાંકણું બરાબર બંધ નહોતું. ગાર્સિયાએ હાથમાં કોફી લીધી કે તરત જ તે તેના પર પડી ગઈ હતી. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે તે કોફી પડવાને કારણે બળતરાથી પીડાઈ રહ્યો છે.
મામલો પહોંચ્યો કોર્ટમાં
વ્યક્તિ આ મામલો કોર્ટમાં લઈ ગયો. ત્યાં તેના વકીલે જણાવ્યું કે, આ અકસ્માતમાં તેના ક્લાયન્ટને થર્ડ ડિગ્રી બર્ન અને નર્વ ડેમજ થયું છે. તેમજ શરીરના અંગો ડિસ્ફિગર થઈ ગયા છે. આ કેસમાં 5 વર્ષ બાદ નિર્ણય આવ્યો છે. આ ઘટના ફેબ્રુઆરી 2020માં બની હતી. હવે કોર્ટે પીડિતાની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો છે અને કંપનીને નુકસાનની ભરપાઈ કરવા માટે પીડિતને 5 કરોડ ડોલર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ગારસિયાના વકીલોનું કહેવું છે કે, આ ઘટનાને કારણે તેને જે નુકસાન થયું છે તેની કોઈ રકમથી ભરપાઈ થઈ શકે તેમ નથી. જ્યારે સ્ટારબક્સે કહ્યું છે કે, તે કોર્ટના નિર્ણયથી સંતુષ્ટ નથી. તેમનું કહેવું છે કે, જે રકમ આપવાનું કહેવામાં આવ્યું છે તે યોગ્ય નથી.
અગાઉ કોર્ટની બહાર ઉકેલાઈ રહ્યો હતો આ મામલો
નોંધનીય છે કે, સ્ટારબક્સે આ મામલાને કોર્ટની બહાર ઉકેલવાના પ્રયાસો કર્યા હતો. અગાઉ કંપનીએ ગારસિયાને લગભગ 26 કરોડ રૂપિયા અથવા 30 લાખ ડોલરની ઓફર કરી હતી. બાદમાં તેને વધારીને 3 કરોડ ડોલર અથવા 261 કરોડ રૂપિયા કરવામાં આવ્યા હતા. ગારસિયા પણ આ ડીલ સ્વીકારવા માટે સંમત થયા હતા, પરંતુ તેમણે કેટલીક શરતો મૂકી હતી જેને કંપનીએ સ્વીકારવાની ના પાડી હતી. ગારસિયાએ સ્ટારબક્સને કહ્યું કે, જો તે તેની નીતિઓ બદલશે, ઔપચારિક માફી જારી કરશે અને તેના સ્ટોર્સને હોટ ડ્રિંક્સ પીરસતા પહેલા તેની સલામતી બે વાર તપાસવા સૂચના આપશે તો તે રકમ સ્વીકારશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે