US Embassy Advisory for Indians: અમેરિકામાં રહેતા ભારતીયો માટે દૂતાવાસ દ્વારા એક ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે કે તેમની એક ભૂલ તેમને કાયમ માટે અમેરિકાની બહાર મોકલી શકે છે.

ઇલિનોઇસઃ અમેરિકામાં પહેલાથી ગેરકાયદેસર પ્રવાસીઓને લઈને ટ્રમ્પ તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે. આ વચ્ચે તેવા ભારતીયો માટે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જે અમેરિકામાં રહે છે. અમેરિકી દૂતાસાવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે ચોરી, હુમલો કે છેતરપિંડી જેવા ગુના ન માત્ર કાયદાકીય મુશ્કેલી લાવશે, પરંતુ તમારા વીઝા રદ્દ થઈ જશે અને તમે બીજીવાર ક્યારેય અમેરિકાની યાત્રા નહીં કરી શકો.
એક ભારતીય મહિલા ચોરીના આરોપમાં પકડાયાના થોડા કલાકો બાદ દૂતાવાસે આ એડવાઇઝરી જાહેર કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ચોરી અને ઘરફોડ ચોરી સામે ચેતવણી જારી કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે તેમની એક ભૂલ તેમને કાયમ માટે અમેરિકા છોડી દેવાનો રસ્તો બતાવી શકે છે. દૂતાવાસે કહ્યું - 'યુનાઇટેડ સ્ટેટ્સ કાયદો અને વ્યવસ્થાને મહત્વ આપે છે અને વિદેશી મુલાકાતીઓ પાસેથી તમામ અમેરિકન કાયદાઓનું પાલન કરવાની અપેક્ષા રાખે છે.'
આ મામલો ઇલિનોઇસના એક ટાર્ગેટ સ્ટોરમાં સામે આવ્યો, જ્યાં એક ભારતીય મહિલા પર 1300 ડોલર (આશરે 1 લાખ રૂપિયા) ના સામાનની ચોરીનો આરોપ લાગ્યો. સ્ટોરના કર્મચારીઓ અને સુરક્ષા ગાર્ડને ત્યારે શંકા ગઈ, જ્યારે મહિલા સાત કલાક કરતા વધુ સમય સ્ટોરમાં રહી હતી. તેમણે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને પોલીસ બોલાવવામાં આવી. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે મહિલાઓ સ્ટોરમાંથી ઘણો સામાન ચોરવાનો પ્રયાસ કર્યો. પછી તેણે ચોરેલા સામાનના પૈસા આપવાનું કહ્યું, પરંતુ ત્યારે પોલીસ પહોંચી ગઈ હતી અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અમેરિકામાં ચોરી જેવા ગુના ગંભીર માનવામાં આવે છે, તે હેઠળ દંડ, જેલ કે પછી કોમ્યુનિટી સર્વિસ જેવી સજાઓ મળે છે.
Committing assault, theft, or burglary in the United States won’t just cause you legal issues – it could lead to your visa being revoked and make you ineligible for future U.S. visas. The United States values law and order and expects foreign visitors to follow all U.S. laws. pic.twitter.com/MYU6tx83Zh
— U.S. Embassy India (@USAndIndia) July 16, 2025
આ ઘટના બાદ અમેરિકાના દૂતાવાસે આ ચેતવણી વિદેશી નાગરિકો, ખાસ કરી ભારતીય યાત્રીકોને સતર્ક કરવા માટે આપી છે. જો દોષી સાબિત થાવ તો વીઝા રદ્દ થઈ શકે છે, જેનાથી ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લાગી શકે છે.
આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે ટ્રમ્પ સરકારે કાયદો અને વ્યવસ્થા પર કડક નીતિ અપનાવવાનો દાવો કર્યો છે. યુએસ સેન્સસ બ્યુરો, પ્યુ રિસર્ચ સેન્ટર અને ભારતના વિદેશ મંત્રાલયના ડેટા અનુસાર, વર્ષ 2023-2025 માટેના તાજેતરના આંકડા કહે છે કે અમેરિકામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ 52 થી 55 લાખ છે. અમેરિકામાં પ્રભાવશાળી માનવામાં આવતા ભારતીય સમુદાય આ ચેતવણીને ગંભીરતાથી લઈ રહ્યો છે કારણ કે આ વખતે સજા નહીં પણ કાયમી ઉકેલની વાત થઈ રહી છે.