ગુવાહાટી: ગ્લોબલ વોર્મિંગની મજાક ઉડાવતી એક ટ્વિટ પર આસામની છોકરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બરાબર આડે હાથ લીધા. વોશિંગ્ટનમાં 21 નવેમ્બરના રોજ તાપમાન શૂન્યથી બે ડિગ્રી નીચે જવાને લઈને ટ્રમ્પે ટ્વિટ કરી. 'ક્રુર અને વિસ્તારિત ઠંડી તમામ રેકોર્ડ તોડી નાખશે, ગ્લોબલ વોર્મિંગ સાથે ગમે તે થયું હોય?' જેના જવાબમાં આસામની જોરહાટની 18 વર્ષની આસ્થા સરમાહે ટ્વિટ કરી કે હું તમારાથી 54 વર્ષ નાની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટમાં લખ્યું કે મેં સરેરાશ ગુણ સાથે હમણા જ 10મું ધોરણ પાસ કર્યું છે. હું તમને જણાવી શકું છું કે હવામાન, જળવાયુ નથી. જો તમારે તેને સમજવામાં મદદ જોઈએ તો હું તમને તમારી એનસાઈક્લોપેડિયા આપી શકું છું જે મારી પાસે બીજા ધોરણમાં ભણતી હતી ત્યારે હતી. તેમાં દ્રશ્યો અને તે દરેક ચીજો છે.


સરમાહની આ કોમેન્ટને દુનિયાભરમાંથી 22,000 લાઈક મળ્યાં છે અને અમેરિકાથી ટ્વિટર યૂઝર્સે અમેરિકી રાષ્ટ્રપતિને અપાયેલા આ જવાબની ખુબ પ્રશંસા કરી છે. કિશોરીની આ ટ્વિટને 5100 વખત રિટ્વિટ કરવામાં આવી. અનેકે આસ્થાને ભવિષ્યની આશા ગણાવતા તેને ખુબ બિરદાવી. 


(ઈનપુટ-ભાષા)


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...