ગુજરાતી ન્યૂઝWorldઅચાનક ફાટી એન્ટાર્કટિકાની ધરતી, જોવા મળ્યું આટલું મોટું ગાબડું; 40 વર્ષ પછી થયું આવુ

અચાનક ફાટી એન્ટાર્કટિકાની ધરતી, જોવા મળ્યું આટલું મોટું ગાબડું; 40 વર્ષ પછી થયું આવુ

Antarctica: 1970ના દાયકામાં જ્યારે રિમોટ-સેન્સિંગ સેટેલાઈટને પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે વૈજ્ઞાનિકોએ માઉડ રાઇઝ પોલિન્યાનું અવલોકન કર્યું હતું. 1974 થી 1976 સુધી તે એક રેગ્યુલર ફિચર બની ગયું અને વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે તે દર વર્ષે વિકસિત થશે. પરંતુ આવું ન થયું.

અચાનક ફાટી એન્ટાર્કટિકાની ધરતી, જોવા મળ્યું આટલું મોટું ગાબડું; 40 વર્ષ પછી થયું આવુ

Antarctica: નાસાના વૈજ્ઞાનિકોએ થોડા વર્ષો પહેલા એન્ટાર્કટિકાના શિયાળાના સમુદ્રી બરફમાં એક મોટું ગાબડું જોયું હતું, ત્યારે વૈજ્ઞાનિકોને વિશ્વાસ જ ન આવ્યો કે, તેઓ આ શું જોઈ રહ્યા છે. આ ગાબડું ઘણા મહિનાઓ સુધી રહ્યું અને એક વર્ષ પછી તે સ્વિટ્ઝલેન્ડની સાઈઝ જેટલું થઈ ગયું. જો કે, આ ગાબડું દૂર મૌડે રાઇઝ નામના એક ડૂબી ગયેલા ઉચ્ચપ્રદેશ (Plateau) પર કોસ્ટલાઈનથી સેંકડો માઇલ સ્થિત હતું. ગાબડું બંધ થયા પછી વૈજ્ઞાનિકોએ તેનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસ દ્વારા એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમને જાણવા મળ્યું કે, 4,600 ફૂટ ઊંચા સીમાઉન્ટ જેને પોલિન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તેને બનાવવામાં મદદ કરી.

જ્યારે 1970 ના દાયકામાં રિમોટ-સેન્સિંગ સેટેલાઈટને પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી હતી, ત્યારે તેઓએ માઉડ રાઇઝ પોલિન્યાનું અવલોકન કર્યું હતું. 1974 થી 1976 સુધી તે એક રેગ્યુલર ફિચર બની ગયુ અને વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે, તે દર વર્ષે વિકસિત થશે. પરંતુ આવું ન થયું. પછી એક દિવસ બધાને આશ્ચર્યચકિત કરીને, 2017માં એન્ટાર્કટિક બરફની ચાદરમાં ફરીથી ગાબડું દેખાયું.

Add Zee News as a Preferred Source

વેડેલ સમુદ્ર જોવા મળ્યું પોલિન્યા

આ સ્ટડી સાયન્સ એડવાન્સિસમાં પ્રકાશિત થઈ હતી. સ્ટડીના મુખ્ય લેખક સાઉથેમ્પ્ટન યુનિવર્સિટીના આદિત્ય નારાયણને જણાવ્યું કે, '1970ના દાયકા પછી 2017માં પહેલી વાર વેડેલ સાગરમાં આટલી મોટું અને લાંબા સમય સુધી રહેલ પોલિન્યા જોવા મળ્યું.'

એન્ટાર્કટિકામાં ગાબડું થવાનું શું છે કારણ?
તેમને સ્ટડીમાં જાણવા મળ્યું કે, વેડેલ ગાયર, વેડેલ સાગરમાં રહેલ આ એક ગાયર છે. જે ક્લોકવાઈઝ ફરે છે અને પછીથી વધુ ઝડપી ગતિએ ફરવાનું શરૂ કર્યું. જેના કારણે ગરમ, ખારા પાણીનો ઊંડી પડ સપાટીની નજીક આવી ગઈ અને નીચેનો બરફ નરમ થઈ ગયો. ગોથેનબર્ગ યુનિવર્સિટીના ભૌતિક સમુદ્ર વિજ્ઞાનના પ્રોફેસર અને સંશોધનના સહ-લેખક ફેબિયન રોક્વેટે કહ્યું કે, "આ અપવેલિંગ એ સમજાવવામાં મદદ કરે છે કે દરિયાઈ બરફ કેવી રીતે પીગળી શકે છે. પરંતુ જેમ-જેમ દરિયાઈ બરફ પીગળે છે, તે સપાટીના પાણીને તાજું કરે છે, જેનાથી મિશ્રણ થતું અટકાવવું જોઈએ."

તેથી તેમને ખાતરી થઈ ગઈ કે, કંઈક બીજું ચાલી રહ્યું છે, અને ક્યાંકથી વધારાનું મીઠું આવી રહ્યું હશે. આ પ્રક્રિયામાં ઉષ્ણકટિબંધીય તોફાનોએ પણ ભૂમિકા ભજવી હતી કારણ કે પવનો દરિયાઈ બરફને બહારની તરફ લઈ જતા હતા અને ખારા પાણી મૌડ રાઇઝ તરફ વહેતા હતા. જ્યારે એટમોસ્ફેરિક નદીઓ ઉપરથી ગરમી ઉમેરે છે, જે ફાઈનલ ફેક્ટર પ્રોસેસ હતી જેને એકમેન પરિવહન કહેવામાં આવે છે.

સંશોધકોએ એન્ટાર્કટિકામાં ગાબડું થવાનું કારણ કેવી રીતે શોધી કાઢ્યું?
તેમાં કહેવામાં આવ્યું કે, જ્યારે સમુદ્રમાં પવન ફૂંકાય છે, ત્યારે પૃથ્વીના પરિભ્રમણને કારણે સપાટીનો પ્રવાહ લગભગ 90 ડિગ્રી સુધી ડિફ્લેક્ટેડ થઈ જાય છે. આ અંગે સંશોધકોએ એક મોડેલ બનાવ્યું, જેમાં દર્શાવવામાં આવ્યું કે પ્રવાહને કારણે મીઠાથી ભરેલું પાણી 2017માં મૌડ રાઇઝ પર જ્યાં ગાબડું ખુલ્યું હતું તે જ જગ્યાએ પહોંચ્યું. તોફાનો દ્વારા ગાબડું બનાવવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હતી, જેણે બરફને હલાવ્યો અને યોગ્ય પાણીને યોગ્ય જગ્યાએ ધકેલ્યું. આખરે સપ્ટેમ્બરમાં ગાબડું ફરી થીજી ગયું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news