Appleના આ ડિવાઈસે ફ્લાઈટમાં તો ભારે કરી! જાણો કેમ કરાવવી પડી ઈમરજન્સી લેન્ડિંગ

Apple Device Caused Ruckus in Flight: તમે ઈમરજન્સી લેન્ડિંગના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, પરંતુ આ વખતે કારણ કોઈ ટેકનિકલ ખામી નહીં પણ એપલ ડિવાઇસ હતું.

Appleના આ ડિવાઈસે ફ્લાઈટમાં તો ભારે કરી! જાણો કેમ કરાવવી પડી ઈમરજન્સી લેન્ડિંગ

Flight Emergency Landing: ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટના ઈમરજન્સી લેન્ડિંગના ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, પરંતુ આ વખતે કારણ કોઈ ટેકનિકલ ખામી નહીં પણ આઈપેડ હતું. Lufthansa એરબસ A380, જેમાં 461 મુસાફરો હતા, તેને બોસ્ટનમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતુ. એક મુસાફરનું આઈપેડ બિઝનેસ ક્લાસની સીટમાં ફસાઈ ગયું અને ઓવરહીટ થવાના સંકેતો જોવા મળ્યા બાદ એવું કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટ બુધવારે લોસ એન્જલસથી મ્યુનિખ માટે ઉડાન ભરી હતી અને લગભગ ત્રણ કલાક હવામાં રહ્યા બાદ તેને ડાયવર્ટ કરવામાં આવી હતી.

ફ્લાઇટને કરવી પડી ડાયવર્ટ
એરલાઇને બિઝનેસ ઇનસાઇડરને આપેલા નિવેદનમાં જણાવ્યું કે, જ્યારે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું ત્યાર સુધીમાં ટેબ્લેટમાં સીટની હિલચાલને કારણે તૂટવાના નિશાન જોવા મળી રહ્યા હતા. વિમાનના ક્રૂ અને એર ટ્રાફિક કંટ્રોલે સાથે મળીને આ નિર્ણય લીધો કારણ કે કોઈપણ જોખમથી બચી શકાય.

Add Zee News as a Preferred Source

એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે, સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોઈપણ સંભવિત જોખમો ખાસ કરીને ઓવરહિટીંગના જોખમને ટાળવું. આ ઘટના દર્શાવે છે કે, ખામીયુક્ત લિથિયમ બેટરી કેટલી ખતરનાક બની શકે છે. આ થર્મલ રનઅવે નામની એક ચેન રિએક્શનને ટ્રિગર કરી શકે છે, જેના કારણે આગ અથવા વિસ્ફોટનું કારણ બની શકે છે. ખાસ કરીને વિમાનની અંદર તે વધુ ખતરનાક બની શકે છે.

આઈપેડના કારણે ફ્લાઇટ 3 કલાક મોડી પડી
બોસ્ટન એરપોર્ટ પર લેન્ડિંગ કર્યા પછી લુફ્થાન્સાની એક ટીમ વિમાનની અંદર ગઈ અને ખામીયુક્ત આઈપેડને સુરક્ષિત રીતે દૂર કર્યું અને તેની તપાસ કરી. જ્યારે ખાતરી થઈ કે હવે કોઈ ખતરો નથી, ત્યારે વિમાનને મ્યુનિખ જવાની મંજૂરી આપવામાં આવી. વિમાન ત્રણ કલાક મોડા મ્યુનિખ પહોંચ્યું. લુફ્થાન્સાએ કહ્યું કે, મુસાફરો અને કર્મચારીઓની સલામતી હંમેશા તેમના માટે પ્રથમ આવે છે. સાવચેતી રૂપે વિમાનને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.

પહેલી વાર નથી બની આવી ઘટના
આ પહેલી વાર નથી જ્યારે કોઈ વિમાનને કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઈસના કારણે અચાનક લેન્ડ કરવું પડ્યું હોય. ગયા વર્ષે પણ લોસ એન્જલસથી પિટ્સબર્ગ જતી ફ્લાઇટને એક મુસાફરના લેપટોપમાં આગ લાગવાથી આલ્બુકર્કમાં લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરલાઇન્સે ઇલેક્ટ્રોનિક ડિવાઈસ માટે કડક નિયમો બનાવ્યા છે. ઘણી એરલાઇન્સ મુસાફરોને ફ્લાઇટ દરમિયાન પાવર બેન્ક ચાર્જ કરવા અથવા તેને ઓવરહેડ લગેજ રેકમાં સ્ટોર કરવા પર પ્રતિબંધ મૂકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news