પાકિસ્તાની સેના પર ફિદાયીન હુમલો, 90 સૈનિકોના મોત; બલૂચ લિબરેશન આર્મીએ હુમલાનો કર્યો દાવો
પાકિસ્તાની સેના પર ફરી એકવાર આતંકી હુમલો થયો છે. બલૂચ વિદ્રોહીઓએ સૈન્યના જવાનોથી ભરેલી 8 બસો પર આત્મઘાતી હુમલો કર્યો, જેમાં બસમાં સવાર તમામ 90 સૈનિકો માર્યા ગયા. બલૂચ લિબરેશન આર્મીએ પોતે એક નિવેદન જાહેર કરીને આ હુમલાની જવાબદારી લીધી છે.
Trending Photos
Pakistan News: ભારતના પાડોશી દેશ પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. ફરી એકવાર પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો થયો છે. બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો છે કે રવિવારે નુશ્કી વિસ્તારમાં પાકિસ્તાની સૈનિકોથી ભરેલી બસો પર હુમલો કરવામાં આવ્યો છે. આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં લગભગ 90 સૈનિકો માર્યા ગયા છે. BLAની મજીદ બ્રિગેડ અને ફતહ સ્ક્વોડે 8 બસોના કાફલા પર આત્મઘાતી બોમ્બ હુમલો કર્યો હતો. હુમલામાં તમામ 8 બસો અને સેનાના જવાનો બળીને રાખ થઈ ગયા હતા.
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ રવિવારે પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો કરવાનો દાવો કર્યો છે. બીએલએના જણાવ્યા અનુસાર, તેમની મજીદ બ્રિગેડ અને ફતેહ બ્રિગેડે સેનાના કાફલા પર આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. જેમાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
BLAના જણાવ્યા અનુસાર ક્વેટાથી કફ્તાન જઈ રહેલા 8 લશ્કરી વાહનો પર હુમલો કરવામાં આવ્યો હતો. ફિદાયીન લડવૈયાઓએ નોશ્કીના હાઇવે નજીક વાહનોને નિશાન બનાવ્યા હતા. નોશ્કીના SHO ઝફરુલ્લાહ સુલેમાનીએ જણાવ્યું હતું કે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે એક ફિદાયીન સેનાના કાફલા સાથે અથડાયો હતો.
ત્યારબાદ BLAની ફતેહ સ્ક્વોડના લડવૈયાઓ સેનાના કાફલામાં ઘૂસી ગયા અને જવાનોની હત્યા કરી. જે વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ રીતે નાશ પામ્યો હતો. સુલેમાનીના જણાવ્યા અનુસાર ઘાયલોને નોશ્કી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે. માત્ર 5 દિવસ પહેલા જ BLAએ પેસેન્જર ટ્રેન હાઈજેક કરી હતી. તેમાંથી મહિલાઓ અને બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે