)
બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગા દુનિયાભરમાં બાલ્કનના નાસ્ત્રેદમસ તરીકે ઓળખાય છે. વર્ષ 1996માં આ દુનિયાને અલવિદા કરી. બાબા વેંગાની વાતો આજે પણ દુનિયાને વિચારવા માટે મજબૂર કર છે. તેમની અનેક ભવિષ્યવાણીઓ સાચી ઠરી ચૂકી છે. જેના કારણે દુનિયાભરના વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ અને રિસર્ચર્સ તેમની વાતોને ગંભીરતાથી લે છે.
2026 માટે પણ ભયાનક ભવિષ્યવાણીઓ
હાલ આપણે 2025ના આઠમાં મહિનામાં છીએ ત્યારે એ જાણવું ખુબ જરૂરી છે કે આગામી વર્ષ એટલે કે 2026 માટે તેમણે શું ચેતવણીઓ આપી હતી. તેમની ભવિષ્યવાણીઓમાં કુદરતી આફતો, ત્રીજા વિશ્વયુદ્ધનું જોખમ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું વધતું કદ અને એટલે સુધી કે એલિયન જોડે સંપર્કનો પણ ઉલ્લેખ મળે છે. જાણો તેમની ભવિષ્યવાણીઓ વિશે.
કુદરતી આફતોનું મોટું જોખમ
રિપોર્ટ્સ મુજબ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2026માં ધરતીએ ભયંકર કુદરતી આફતોનો સામનો કરવો પડી શકે છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે વિશાળ જ્વાલામુખી વિસ્ફોટ, ખતરનાક ભૂકંપ અને ભયાનક મૌસમીય ઘટનાઓ દુનિયાના મોટા ભાગને પ્રભાવિત કરશે.
વર્તમાન મૌસમીય હાલાત કઈ વાતનો ઈશારો
અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ આફતોથી ધરતીનો લગભગ 8 ટકા ભાગ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. ભલે તેમણે કોઈ ખાસ વિસ્તારનું નામ નથી જણાવ્યું પરંતુ હાલની મૌસમીય સ્થિતિ તેમની ભવિષ્યવાણીઓ તરફ ઈશારો કરે છે.
2025માં જ જોવા મળી સંકેતોની ઝલક
2025માં દુનિયાએ અનેક કુદરતી આફતોનો સામનો કર્યો છે. કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભીષણ દાવાનળ લાગ્યો. યુરોપમાં રેકોર્ડતોડ હિટવેવ જોવા મળી અને પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર વિસ્તારમાં ભૂકંપીય ગતિવિધિઓ વધી. આ તમામ ઘટનાઓ સાબિત કરે છે કે ભવિષ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જલવાયુ સહનશીલતા ખુબ જરૂરી બની ચૂકી છે.
ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ
બાબા વેંગાની સૌથી ડરામણી ભવિષ્યવાણીઓમાંથી એક 2026માં ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા છે. તેમણે ચેતવણી આપી હતી કે મોટા દેશો વચ્ચે તણાવ એટલો વધી શકે છે કે રશિયા અને અમેરિકા જેવા શક્તિશાળી દેશો સીધા ઘર્ષણમાં ઉતરે એવી સ્થિતિ બની શકે છે.
અનેક દેશો વચ્ચે સંઘર્ષ
આજની સ્થિતિ પણ એ તરફ ઈશારો કરે છે. મધ્ય પૂર્વમાં યુદ્ધ અને અશાંતિ, દક્ષિણ પૂર્વ એશિયામાં વધતો તણાવ અને દક્ષિણ એશિયામાં વધતા સરહદી પડકારો. આ તમામ દર્શાવે છે કે જો ક્ષેત્રીય વિવાદને સમયસર ઉકેલવામાં નહીં આવે તો તે જલદી વૈશ્વિક સંઘર્ષનું સ્વરૂપ લઈ શકે છે.
AIનું વધતું જોખમ-માણસો પર મશીનો હાવી?
બાબા વેંગાએ 2026માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સૌથી મોટા જોખમની ભવિષ્યવાણી કરી હતી. તેમનું કહેવું હતું કે મશીનો હવે ફક્ત માણસોને મદદ નહીં કરે પરંતુ મહત્વપૂર્ણ ઉદ્યોગો અને નિર્ણયો પર કબજો કરવાની શરૂઆત કરી દેશે.
જોવા મળી રહી છે અસર
2025માં જ તેની અસર સ્પષ્ટ જોવા મળી રહી છે. અનેક કંપનીઓ ઓટોમેશન અને જેનરેટિવ AI પર ઝડપથી નિર્ભર થઈ રહી છે. લાખો નોકરીઓ મશીનોના કારણે જોખમમાં છે. સવાલ વધુ પેચીદો બની રહ્યો છે કે શું માણસ ભવિષ્યમાં પોતાની જ બનાવેલી સસ્ટમ પર કાબૂ રાખી શકશે કે નહીં.
એલિયન સાથે પહેલો સંપર્ક
બાબા વેંગાની સૌથી ચોંકાવનારી ભવિષ્યવાણીમાંથી એક છે 2026માં માણસ પહેલીવાર એલિયન સાથે સંપર્ક કરશે. તેમણે દાવો કર્યો હતો કે એક વિશાળ અંતરિક્ષ યાન પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરશે. જો કે તેમણે એ સ્પષ્ટ ન કર્યું કે આ સંપર્ક મિત્રતાવાળો હશે કે ખતરનાક.
વૈજ્ઞાનિકોનું રિસર્ચ
રસપ્રદ વાત એ છે કે અનેક વૈજ્ઞાનિકો પણ તેની સંભાવના પર રિસર્ચ કરી રહ્યા છે. કેટલાકનું માનવું છે કે અંતરિક્ષથી આવનારી રહસ્યમયી વસ્તુઓ ખરેખર પૃથ્વી તરફ આગળ વધતી હોય તેવું હોઈ શકે.
દુનિયાની નજર 2026ની ભવિષ્યવાણીઓ પર
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમશા રહસ્ય, ડર અને જિજ્ઞાસાનું મિશ્રણ રહી છે. 2025ની અનેક ભવિષ્યવાણીઓ સાચી સાબિત થયા બાદ હવે દુનિયાની નજર 2026ની ચેતવણીઓ પર ટકેલી છે. ભલે તે કુદરતી આફતો હોય કે વૈશ્વિક યુદ્ધ. AI નું જોખમ કે એલિયન સંપર્ક, જો આ વાતો સાબિત થાય તો આવનારું વર્ષ માનવ સભ્યતા માટે સૌથી પડકારજનક સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી મીડિયા રિપોર્ટ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)