Baba Venga Prediction: ઈન્દિરા ગાંધી વિશે કરેલી ભવિષ્યવાણી પડી હતી સાચી! હવે બાબા વેંગાની જુલાઈ માટે અત્યંત શોકિંગ ભવિષ્યવાણી
Baba Venga Predictions: બલ્ગેરિયાના ભવિષ્યવક્તા બાબા વેંગાએ જુલાઈ 2025 માટે ડરામણી ભવિષ્યવાણી કરેલી હતી. જાણો તેમની ભવિષ્યવાણી કઈ હતી અને તેના શું પડી શકે પ્રભાવ.
Trending Photos
બલ્ગેરિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાચી પડેલી છે. જેમ કે ઈન્દિરા ગાંધીની હત્યા અને અનેક કુદરતી આફતો. જો કે બાબા વેંગાએ ક્યારેય કોઈ પણ ઘટના વિશે સ્પેશિયલી કહ્યું નથી, પરંતુ તેમની ભવિષ્યવાણીઓને ઘટી ચૂકેલી ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર વેંગાની વધુ એક ભવિષ્યવાણી ચર્ચામાં છે જેમાં જુલાઈ 2025માં થનારી એક ઘટનાનો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. જો આ ભવિષ્યવાણી સાચી પડી તો ભારે તબાહી થઈ શકે છે. જાણો જુલાઈ માટે શું ભવિષ્યવાણી કરેલી છે.
જુલાઈ અંગે શું કહ્યું હતું?
બાબા વેંગાએ મોત પહેલા જુલાઈ 2025 અંગે એક શોકિંગ ભવિષ્યવાણી કરી હતી કે જુલાઈ 2025માં જાપાનમાં વિનાશકારી સુનામી આવી શકે છે. વર્ષ 2011માં પણ ત્યાં સુનામી આવી હતી જેના કારણે ભારે તબાહી મચી હતી. જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી પર વિશ્વાસ કરવામાં આવે તો 2025માં આવનારી ભવિષ્યવાણી 2011થી ત્રણ ગણી વિનાશકારી હોઈ શકે છે. જો જાપાનમાં એવી તબાહી આવે તો તેની અસર ફિલિપાઈન્સ, તાઈવાન, ઈન્ડોનેશિયા અને અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી શકે છે.
2025માં યુદ્ધની ભવિષ્યવાણી
બાબા વેંગાએ વર્ષ 2025માં યુદ્ધ અંગે ભવિષ્યવાણી કરી હતી. હવે આ ક્યાંક સાચી પડતી પણ સાબિત થઈ રહી છે. પહેલગામ એટેક બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળ્યો. સ્થિતિ જોતા એવા પણ લાગે છે કે ગમે ત્યારે વકરી પણ શકે. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક મોટી કાર્યવાહી હાથ ધરી છે.
ઈન્દિરા ગાંધી વિશે શું કરી હતી ભવિષ્યવાણી
બાબા વેંગાની કથિત રીતે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા સંલગ્ન ભવિષ્યવાણી પણ કરી હોવાનું કહેવાય છે. ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લ્યુ સ્ટારને મંજૂરી આપી હતી. ઓપરેશન બ્લ્યુ સ્ટાર બાદ તેઓ પોતાના જ અંગરક્ષકોના નિશાન પર આવી ગયા હતા. 31 ઓક્ટોબર 1984ના રોજ ઈન્દિરા ગાંધીને તેમના જ બોડીગાર્ડ્સે ગોળી મારી હતી. બાબા વેંગાએ 1969માં કહ્યું હતું કે 'વર્દી તેમને નષ્ટ કરી નાખશે. મને ધૂમાડા અને આગમાં એક નારંગી-પીળો પોષાક દેખાય છે.' જે દિવસે ઈન્દિરા ગાંધીને ગોળી મારી ત્યારે તેમણે નારંગી રંગની સાડી પહેરી હતી.
બાબા વેંગા વિશે
બાબા વેંગા વિશે એ વાત બહુ ઓછા લોકોને ખબર હશે કે ભવિષ્ય જોનારા બાબા વેંગાની આંખોની રોશની બાળપણમાં જ જતી રહી હતી. ત્યારબાદ બાબા વેંગાને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોવાનું કહેવાય છે. તેમણે પોતાના જીવનકાળમાં એવી અનેક ભવિષ્યવાણી કરી જે સાચી ઠરી છે. આવનારા સમય માટે પણ બાબા વેંગાએ કેટલીક ભવિષ્યવાણીઓ કરેલી છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે