તો સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી? દરેક લોકોના હાથમાં પહોંચી આ ખતરનાક વસ્તુ, જલ્દી થશે માનવતાનો વિનાશ!

Baba Vanga Prediction: બાબા વેંગાએ અત્યાર સુધી ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી કેટલીક સાચી પડી છે. હવે તેમની વધુ એક ભવિષ્યવાણી સાચી સાબિત થાય તેમ લાગી રહ્યું છે.

 તો સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી? દરેક લોકોના હાથમાં પહોંચી આ ખતરનાક વસ્તુ, જલ્દી થશે માનવતાનો વિનાશ!

Baba Vanga Prediction: બુલ્ગારિયાના જાણીતા ભવિષ્યવક્તા બાબા વેંગાએ આવનારી પેઢીઓ માટે ઘણી ભવિષ્યવાણી કરી છે. તેમની કેટલીક ભવિષ્યવાણી સાચી પણ પડી છે. નોંધનીય છે કે બાબા વેંગાએ વર્ષો પહેલા મોબાઈલ ફોન જેવા ઉપકરણ સાથે જોડાયેલા ખતરા વિશે ભવિષ્યવાણી કરી હતી, જે સાચી પડી રહી છે.

સાચી પડી રહી છે ભવિષ્યવાણી?
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે નાના-નાના ઈલેક્ટ્રિક ઉપકરણો પર ખૂબ નિર્ભરતા વધી જશે, જેના કારણે ઘણા પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. બાબા વેંગાએ તેને સાયલન્ટ કિલર ગણાવી હતી. બાબા વેંગાની ઉપકરણવાળી ભવિષ્યવાણીને મોબાઇલ ફોન સાથે જોડવામાં આવી રહી છે. મહત્વનું છે કે આજના સમયમાં બાળકોથી લઈને વૃદ્ધો બધા ફોનનો ઉપયોગ કરે છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર સમસ્યા બની ગઈ છે.

માનવ કલ્યાણનો હશે ખતરો?
બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં નાના ઉપકરણ મનુષ્યના વ્યવહાર અને મેન્ટલ હેલ્થને બદલી નાખશે. તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં જીવનને સરળ બનાવનારી તકનીક બાદમાં માનવ કલ્યાણ માટે ખતરો બની શકે છે. તેમની આ ગંભીર ચેતવણીને આજે મોબાઈલના વધુ ઉપયોગથી ઊંઘ, આંખ અને મગજ સાથે જોડાયેલી સમસ્યાથી જોડવામાં આવી રહી છે.

કોણ હતા બાબા વેંગા?
મહત્વનું છે કે બાબા વેંગાનું અસલી નામ વૈગા ડેંગિચેવા છે. તેમનો જન્મ વર્ષ 1911મા બુલ્ગારિયામાં થયો હતો. વર્ષ 1996મા 85 વર્ષની ઉંમરે તેનું નિધન થયું હતું. કહેવામાં આવે છે કે 12 વર્ષની ઉંમરે એક તોફાનમાં તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેમને ભવિષ્યમાં જોવાની શક્તિ મળી હતી. બાબા વેંગાને બીજા વિશ્વ યુદ્ધ વિશે ભવિષ્યવાણી કરવા પર પ્રસિદ્ધિ મળી હતી. બાબા વેંગાએ કહ્યું હતું કે 2025 બાદથી માનવતાનો વિનાશ થવા લાગશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news