)
Baba Vanga Predictions 2026: હાલમાં જ વિશ્વના સૌથી મોટા પ્રેડિક્શન માર્કેટ, પોલીમાર્કેટે અનુમાન લગાવ્યું છે કે, વર્ષ 2025માં એલિયન્સ હોવાના સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી શકે છે, જો કે આવું થવાની સંભાવના 12 ટકા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એલિયન્સ અને UFO વિશે જાણકારી આપવામાં આવી હતી અને વર્ષના અંતમાં આના સંબંધિત ફાઇલો અને માહિતી જાહેર કરવામાં આવશે.
ઈન્ટરનેટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર, 7 ડિસેમ્બરના રોજ એક ઓનલાઈન પ્લેટફોર્મ પર UFO સાથે જોડાયેલી ઓફિશિયલ ખુલાસાને લઈ લોકોનો વિશ્વાસ અચાનક વધી ગયો. પહેલાં જ્યાં આ દાવા સાચા હોવાની સંભાવના એક અંકમાં હતી, પરંતુ ત્યારથી તે 70 ટકાને પાર પહોંચી ગઈ છે. આ સત્ય ત્યારે જ માનવામાં આવશે જ્યારે સરકાર સત્તાવાર રીતે કલાસીફાઈડ UFO દસ્તાવેજો, વીડિયો અથવા રિપોર્ટ પબ્લિસ કરશે. કોઈપણ પ્રકારની અફવાઓ કે લીક્સનો આમાં સામેલ નથી. આમ છતાં લોકોનો વિશ્વાસ એટલો વધી ગયો છે કે, આ કરારમાં 76-77 સેન્ટ પ્રતિ શેરના ભાવે 200,000 રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે, જેનાથી આ વાત સ્પષ્ટ થાય છે કે, UFOને લઈ ખુલાસાની ઉમ્મીદે બજારમાં હલચલ મચાવી દીધી છે.
વર્ષ 2025ના મધ્યમાં એલિયન્સ અને UFOs સાથે જોડાયેલી ચર્ચા ખૂબ જ તેજ થઈ ગઈ હતી. ખાસ કરીને જુલાઈમાં 3I/ATLASની શોધ પછી લોકોનો વિશ્વાસ વધી ગયો. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યું કે, તે એક એલિયન મધરશિપ હોઈ શકે છે, જે પૃથ્વી પર પ્રોબ્સ મોકલતું રહે છે, પરંતુ NASA, ESA અને અન્ય ખગોળશાસ્ત્રીઓએ પુષ્ટિ આપી હતી કે તે ફક્ત એક કોમેટ છે.
વિશ્વ યુદ્ધની ભવિષ્યવાણી
વર્ષ 2026 માટે બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણીઓમાં વૈશ્વિક યુદ્ધનો તણાવ પણ સામેલ છે. તેમના અનુયાયીઓ એવું પણ માને છે કે, તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, ભવિષ્યમાં ભૂકંપ અને પૂર જેવી કુદરતી આફતો વિશ્વ સ્તર પર અસરો કરી શકે છે.
વર્ષ 2025 માટે પણ આવી જ ભવિષ્યવાણી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક મોટી રમતગમતની ઘટના દરમિયાન એલિયન્સ ધરતી પર આવશે. સોશિયલ મીડિયા પર લોકોએ આને ઇન્ટરસ્ટેલર કોમેટ 3I/ATLAS સાથે જોડી હતી, પરંતુ આવું કંઈ જોવા મળ્યું ન હતું. હવે આ ભવિષ્યવાણી વર્ષ 2026 માટે પણ કરવામાં આવી રહી છે, જેનાથી લોકોમાં એક નવો માન્યતા ઉભી થઈ છે.
બાબા વેંગાએ શું કરી છે ભવિષ્યવાણી?
હવે નવા વર્ષ 2026ને લઈ બાબા વેંગાની અન્ય ભવિષ્યવાણી વાયરલ થઈ રહી છે, તેમના ફોલોઅર્સ જણાવે છે કે, નવેમ્બર 2026માં ધરતી પર એક મોટું સ્પેસ ક્રાફ્ટ જોવા મળેશે, જે એલિયન્સ સાથે માનવીઓની પ્રથમ મુલાકાતનો સત્તાવાર સંપર્ક હશે.