ટ્રમ્પ ભડક્યા, કહ્યું- 'ખેલાડીઓને તો જેલમાં જ છોડી દેવા જોઈતા હતાં'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચોરીના આરોપમાં પકડાયેલા ત્રણ યુસીએલએ બાસ્કેટ બોલના ખેલાડીઓને તો ચીનની જેલોમાં જ રહેવા દેવા જોઈતા હતાં. એક ખેલાડીના પિતા તરફથી કૃતજ્ઞતા ન દર્શાવવા બદલ તેમણે આ નિવેદન આપ્યું હતું. ખેલાડીઓ જ્યારે પકડાયા ત્યારે ટ્રમ્પ એશિયા પ્રવાસે હતાં. ટ્રમ્પે કહ્યું કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શિ જિંગપિંગને પોતે આ મામલાને ખતમ કરવામાં મદદ માટે જણાવ્યું હતું. 

Updated By: Nov 20, 2017, 05:20 PM IST
ટ્રમ્પ ભડક્યા, કહ્યું- 'ખેલાડીઓને તો જેલમાં જ છોડી દેવા જોઈતા હતાં'

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ચોરીના આરોપમાં પકડાયેલા ત્રણ યુસીએલએ બાસ્કેટ બોલના ખેલાડીઓને તો ચીનની જેલોમાં જ રહેવા દેવા જોઈતા હતાં. એક ખેલાડીના પિતા તરફથી કૃતજ્ઞતા ન દર્શાવવા બદલ તેમણે આ નિવેદન આપ્યું હતું. ખેલાડીઓ જ્યારે પકડાયા ત્યારે ટ્રમ્પ એશિયા પ્રવાસે હતાં. ટ્રમ્પે કહ્યું કે તેમણે ચીનના રાષ્ટ્રપતિ શિ જિંગપિંગને પોતે આ મામલાને ખતમ કરવામાં મદદ માટે જણાવ્યું હતું. 

ટ્રમ્પે રવિવારે ટ્વિટર પર જણાવ્યું કે 'હવે ત્રણેય બાસ્કેટબોલ ખેલાડીઓ ચીનથી બહાર છે અને જેલ જવાથી બચી ગયા છે. લિ એન્જેલોના પિતા લાવાર બાલ એ વાતને સ્વીકારવા તૈયાર જ નથી કે મેં તેમના પુત્ર માટે શું કર્યું છે. તેમનું કહેવું છે કે ચોરી કોઈ મોટી વાત નથી. મારે તેમને જેલમાં જ છોડી દેવા જોઈતા હતાં.'

ટ્રમ્પે વધુમાં લખ્યું કે 'ચીનમાં ચોરી ખુબ મોટો ગુનો છે અને તેના માટે પાંચ દસ વર્ષ જેલની સજા થાય છે. લાવારને એમ લાગતું નથી. મારે ચીનના આગામી પ્રવાસે જ તેમના પુત્રને છોડાવવો જોઈતો હતો, નગુણા'