)
બેઇજિંગઃ છેલ્લા 48 કલાકથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રંપની ઉંઘ ઉડી ગઈ છે...કેમ કે, 48 કલાકમાં ચીનમાંથી એવી કેટલીક તસવીરો સામે આવી છે..જેના કારણે ટ્રંપ હવે માથુ પકડી કરી રહ્યા છે વિચારો....SCO સમિટમાં મોદી-જિનપિંગ અને પૂતિનની ત્રિપુટીથી ટ્રંપ ટેન્શનમાં હતા....તેવા સમયે જિનપિંગે બેજિંગમાં શક્તિપ્રદર્શન કરીને પોતાની સુપર પાવરનો પરચો દેખાડ્યો....માત્ર પોતાની તાકાત જ નહી પરંતુ જિનપિંગ સાથે... પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોગ પણ જોવા મળ્યા.....જેનાથી વ્હાઇટ હાઉસમાં મચી ગયો છે ખળભળાટ મચાવી દીધો..
અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ ભલે ટેરિફની ધમકીઓ આપતા હોય...પરંતુ ટ્રંપની ધમકી સામે ચીન ક્યારેય નહી નમતુ જોખે...ચીને બુધવારે બેઇજિંગમાં એક મેગા લશ્કરી પરેડ યોજીને તેની અભૂતપૂર્વ લશ્કરી અને રાજદ્વારી તાકાતનું પ્રદર્શન કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધમાં જાપાની આક્રમણ સામે ચીનના વિજયની 80મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે યોજાયેલી મેગા પરેડમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, ઉત્તર કોરિયા પ્રેસિડન્ટ કિમ જોંગ ઉન સહિતના 26 દેશોના નેતાઓ હાજર રહ્યાં હતા.
ચીને પહેલીવાર લશ્કરી પરેડમાં લેસર,પરમાણુ બેલિસ્ટિક મિસાઇલો, જાયન્ટ અંડરવોટર ડ્રોન, પાંચમી પેઢીના યુદ્ધવિમાનો સહિતના આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન કર્યું હતું...તેમાં બહુચર્ચિત LY-1 લેસર વીપન સિસ્ટમ આઠ પૈડાવાળા HZ-155 બખ્તરબંધ ટ્રક પર દર્શાવી...તો ચીને પહેલી વાર નવા પ્રકારની DF-5C પ્રવાહી ઇંધણવાળી આંતરખંડીય વ્યૂહાત્મક પરમાણુ મિસાઇલોનું પ્રદર્શન પણ કર્યું હતું...આ ઉપરાંત તેમાં હવામાંથી પ્રહાર કરતી ન્યૂક્લિયર મિસાઇલ JL-1, સબમરિનમાંથી પ્રહાર કરતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ, સ્ટીલ્થ ફાઇટર જેટ પણ પ્રદર્શન કરાયું હતું.
ચીને વિક્ટરે ડે પરેડમાં અત્યાધુનિક શસ્ત્રો સાથે જબરદસ્ત તાકાતનું પ્રદર્શન કરીને રીતસરનો અમેરિકાને સંકેત આપ્યો કે ચીન કોઈની પણ ધમકીથી ડરતું નથી. તે કોઈના આગળ પણ ઝૂકશે નહીં અને સતત આગળ વધતુ રહેશે.
80મા વિક્ટ્રી-ડે પરેડના અવસર પર જિનપિંગે...દુનિયા સામે પોતાના જંગી હથિયારો એવી રીતે રજુ કર્યા...જેના કારણે વોશિંગ્ટન સુધી ખળભળાટ મચી ગયો...અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રંપની ચિંતા વધી ગઈ છે..અમેરિકાને અંદાજ ન હતો કે આટલુ મોટુ રિએક્શન આવશે...આના પરથી એ સાબિત થઈ રહ્યું છે કે, ચીન હવે ફક્ત એક ઉદયમાન તાકાત નથી... પરંતુ એક પુરા અર્થમાં સુપરપાવર છે.