ચોંકાવનારો દાવો: રંગીન મિજાજના હતા બિલ ગેટ્સ, ઘરે થતી હતી વાઈલ્ડ પાર્ટી, નાઈટક્લબથી આવતી સ્ટ્રિપર્સ

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે જ્યારેથી પત્ની મેલિન્ડા ગેટ્સને ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઈ રહી છે.

Updated By: May 11, 2021, 02:23 PM IST
ચોંકાવનારો દાવો: રંગીન મિજાજના હતા બિલ ગેટ્સ, ઘરે થતી હતી વાઈલ્ડ પાર્ટી, નાઈટક્લબથી આવતી સ્ટ્રિપર્સ
ફાઈલ ફોટો બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ

વોશિંગ્ટન: માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે (Bill Gates) જ્યારેથી પત્ની મેલિન્ડા ગેટ્સને ડિવોર્સની જાહેરાત કરી છે ત્યારથી ભાત ભાતની અટકળો થઈ રહી છે. આ બધા વચ્ચે બિલ ગેટ્સ પર પુસ્તક લખનારા પત્રકાર જેમ્સ વોલેસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વોલેસનું કહેવું છે કે ગેટ્સ એવી નાઈટ ક્લબમાં જતા હતા  જ્યાં અશ્લિલ ડાન્સ થાય છે. એટલું જ નહીં તેઓ સ્ટ્રિપર્સ પણ હાયર કરતા હતા. 

ઈન્ટરવ્યુમાં કર્યાં ચોંકાવનારા ખુલાસા
અમારી સહયોગી વેબસાઈટ DNAના એક રિપોર્ટ મુજબ એક ઈન્ટરવ્યુમાં જેમ્સ વોલેસે બિલ ગેટ્સ (Bill Gates) ના જીવન અંગે અનેક વાતો જણાવી છે. તેમણે જણાવ્યું કે બિલ વાઈલ્ડ પાર્ટીઓના શોખીન રહ્યા છે. તેઓ એવી નાઈટ ક્લબમાં જતા હતા જ્યાં ન્યૂડ ડાન્સ થાય છે. તેઓ અનેકવાર ક્લબમાં ડાન્સ કરનારી સ્ટ્રિપર્સ (Strippers) ને હાયર કરીને પોતાના ઘરે પણ લાવ્યા હતાં.

શું પાછા એ લાઈફમાં પાછા ફરશે?
વોલેસના જણાવ્યાં મુજબ હવે જોવાની વાત એ રહેશે કે શું બિલ ગેટ્સ ડિવોર્સ બાદ ફરીથી એ દુનિયામાં પાછા ફરે છે? પત્રકાર વોલેસે જણાવ્યું કે બિલ ગેટ્સના વોશિંગ્ટન અને સિએટલ સ્થિત ઘરોમાં ન્યૂડ પાર્ટીઓ થતી હતી. પોતાની જવાનીના દિવસોમાં માઈક્રોસોફ્ટના ચેરમેન નાઈટક્લબ જતા હતા અને ત્યાંથી ડાન્સરને લઈને આવતા હતા. ત્યારબાદ તેઓ તેની સાથે ન્યૂડ થઈને ઈન્ડોર પૂલમાં સ્વિમિંગની મજા માણતા હતા. 

મીડિયામાં આ કારણે ન આવી ખબર
1990ના દાયકામાં બિલ ગેટ્સ પર બે પુસ્તકો લખનારા વોલેસે એમ પણ કહ્યું કે બિલ ગેટ્સની રંગીન મિજાજીની અસર મેલિન્ડા સાથેના તેમના સંબંધ પર પડ્યો. જ્યારે બિલ અને મેલિન્ડાનો પ્રેમ ચરમ પર હતો ત્યારે પણ તેઓએ ફ્લર્ટ કરવાનું છોડ્યું નહતું. તેમણે કહ્યું કે બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટ કવર કરનારી મહિલા પત્રકારો સાથે પણ નીકટ સંબંધો ઘરાવતા હતા. જો કે તેમનો આ પક્ષ ક્યારેય મીડિયામાં આવ્યો નહીં. કારણ કે કોઈ પણ માઈક્રોસોફ્ટ વિરુદ્ધ નેગેટિવ ખબર છાપવા માંગતું નહતું. 

આ ચાઈનીઝ મહિલાના ચક્કરમાં બિલ અને મેલિન્ડાનું 27 વર્ષ જૂનું લગ્નજીવન વેરણછેરણ થયું?

મેલિન્ડા સાથે સંબંધ તૂટી ગયો
વોલેસે જણાવ્યું કે લગ્ન પહેલા મેલિન્ડાનું નામ ફ્રેન્ચ હતું. એક સમય એવો પણ આવ્યો જ્યારે બિલ ગેટ્સ સાથે તેમનો સંબંધ લગભગ પૂરો થઈ ગયો હતો, કારણ કે બિલ ગેટ્સ કોઈ કમિટમેન્ટ કરવાના મૂડમાં નહતા અને ફ્રેન્ચ લગ્ન કરવા માંગતી હતી. જો કે ત્યારબાદ સહમતિ બની ગઈ. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના ડિવોર્સ અંગે અનેક અટકળો થઈ રહી છે. વચ્ચે એવા પણ ખબર હતા કે બિલ તેમની જૂની ગર્લફ્રેન્ડના સંપર્કમાં છે આથી તેમણે મેલિન્ડા સાથે સંબંધ તોડી નાખ્યો છે. જ્યારે એક ચીની મહિલાનું નામ પણ સંકળાઈ રહ્યું છે. 

Corona Update: રાહતના સમાચાર! 24 કલાકમાં કોરોનાના નવા કેસ કરતા રિકવર થનારા દર્દીઓની સંખ્યા વધી, જાણો લેટેસ્ટ અપડેટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube