Blue Sparrow Missile: અંતરિક્ષમાંથી આવ્યું હતું ખામેનેઈનું મોત! બ્લૂ સ્પેરો મિસાઈલથી કેવી રીતે થાપ ખાઈ ગયું ઈરાન?
Blue Sparrow Missile: મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એક મોટો ખુલાસો થયો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈને નિશાન બનાવવા માટે ઈઝરાયેલ એક અત્યંત ગુપ્ત અને ચોકાવનારુ સૈનિક ઓપરેશન તૈયાર કર્યું હતુ. જેને બ્લૂ સ્પેરો ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. કહેવાય છે કે, ઈઝરાયેલી સેનાએ આ ઓપરેશનને અમલમાં મુકતા પહેલા ખામેનેઈને એક મોટા જાળમાં ફસાવ્યા હતા...
- ઇઝરાયલે રેમ્પેજ, રૉક્સ અને એર લોરા જેવી સ્ટેન્ડ-ઓફ મિસાઇલો સાથે બ્લૂ સ્પેરોનો પણ ઉપયોગ કર્યો
- બ્લૂ સ્પેરો મિસાઇલને રોકવી અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે.
- ઈઝરાયેલી લડાકૂ વિમાનો દ્વારા 1000 કિલોમીટરથી વધુ અંતરેથી મિસાઇલો ફેકવામાં આવી હતી
Trending Photos
)
મધ્યપૂર્વમાં પરિસ્થિતિ ચરમસીમા પર છે. અમેરિકા ઈરાનના ઠેકાણાઓ પર સમુદ્ર અને આકાશમાંથી હુમલા કરી રહ્યું છે. ગ્રાઉન્ડ ઓપરેશનની પણ તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ ઈઝરાયેલની સેનાએ ઈરાનના ટોચના કમાન્ડર અને નેતાઓને નિશાન બનાવવાનું અભિયાન તેજ કર્યું છે. આ વચ્ચે IDFએ ખામેનેઈને લઈને મોટો હુમલો કર્યો છે. ઈઝરાયેલે દાવો કર્યો કે, ઈરાનના સુપ્રીમ લીડરને મારવા માટે એક ગુપ્ત પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જેથી ખામેનેઈ ભાગી ન શકે અને તેમને તેમના જ ઠેકાણા પર મારવામાં આવે. ખામેનેઈ પર હુમલો કરવા માટે બ્લૂ સ્પેરો મિસાઈલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓપરેશન પહેલા IDFએ ખૂબ ચતુરાઈથી ભ્રમ ફેલાવવાની રણનીતિ અપનાવી હતી.
- ઓપરેશન બ્લૂ સ્પેરો
- ખામેનેઈને મારવાનો હતો પ્લાન
- જાળમાં ફસાવીને ખામેનેઈને માર્યા
- IDFનો ઓપરેશન પર મોટો દાવો
IDFની જાળ, ફસાયા ખલીફા
- ઈઝરાયલે જાણજોઈને સંદેશો ફેલાવ્યો કે સેનાનું કામકાજ સપ્તાહ માટે બંધ થઈ રહ્યું છે
- સૈનિક અધિકારીઓ અને જવાનો પોતાના પરિવાર સાથે શબ્બાથ ઉજવવા ઘરે જઈ રહ્યા છે
પરંતુ હકીકત કંઈક બીજી જ હતી. ઈઝરાયલના ટોચના કમાન્ડર થોડા સમય પછી ચુપચાપ ફરીથી સૈનિક મુખ્યાલય પર પાછા આવી ગયા. કેટલાક વેશ બદલીને પહોંચ્યા. જેના વિશે ઈરાનની ગુપ્તચર એજન્સીને પણ ખબર પડી નહીં. અને ન તો ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈ અને તેમના અધિકારીઓને. આ દરમિયાન ઇઝરાયેલી વાયુસેનાના લડાકૂ વિમાનો...જેમાં F-15 જેવા જેટ સામેલ હતા. મિશન માટે ઉડાન ભરે છે. લગભગ સાંજે 7 વાગીને 30 મિનિટે જેટ વિમાનો ઉડ્યા. લગભગ બે કલાક પછી તેઓ પોતાના નિર્ધારિત હુમલા સ્થળે પહોંચી ગયા.

ઈરાનને લાગ્યું કે ઈઝરાયલ સૈનિક ઠેકાણાઓ પર હુમલો કરશે. આ દરમિયાન સવારે 9 વાગીને 40 મિનિટે IDFએ ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનેઈના ઠેકાણે બ્લૂ સ્પેરો મિસાઇલ ફેકી દીધી. એટલે કે ખામેનેઈને મારવા માટે ઈઝરાયલે મોટો પ્લાન તૈયાર કર્યો હતો.
- ખામેનેઈને ભુલાવવામાં માટે નકલી ડિનરનું આયોજન કરવામાં આવ્યું
- યહૂદી શબ્બાથ ડિનરના જાળમાં ઈરાનના સુપ્રીમ લીડરને ફસાવવામાં આવ્યા
- અલી ખામેનેઈને લાગ્યું કે ઇઝરાયલ તેમના વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરે
પરંતુ ઈઝરાયેલી સેના ખામેનેઈ કરતાં એક પગલું આગળ નીકળી. લગભગ 30 મિસાઇલો તેહરાનના કેન્દ્રમાં આવેલા તે કોમ્પ્લેક્સ પર નાખવામાં આવી જ્યાં અલી ખામેનેઈ પોતાના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા હતા. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈને નિશાન બનાવવા માટે ઇઝરાયલે બ્લૂ સ્પેરો મિસાઇલનો ઉપયોગ કર્યો. હવે તમને જણાવીએ કે બ્લૂ સ્પેરો મિસાઇલ કેમ સૌથી અલગ અને ઘાતક માનવામાં આવે છે. જે પળવારમાં જ ભયંકર વિનાશ મચાવી શકે છે.
- ગાઈડન્સ સિસ્ટમથી લેસ છે. આ નાના અમથા ટાર્ગેટને પણ જેમ કે ખુરશીને પણ નિશાન બનાવી શકે છે.
- બ્લેક સ્પેરો, બ્લૂ સ્પેરો અને સિલ્વર સ્પેરો એમ ત્રણ પ્રકારની મિસાઈલો છે.
- મિસાઇલની રેન્જ લગભગ 2000 કિલોમીટર છે, અને એર લોન્ચ બેલિસ્ટિક મિસાઈલ છે.
- લંબાઈ લગભગ 6.5 મીટર અને વજન લગભગ 1900 કિલોગ્રામ છે
- મિસાઇલ પહેલા રોકેટ બૂસ્ટરની મદદથી અંતરિક્ષની સીમા સુધી જાય છે
- ત્યાર બાદ સીધી નીચે આવીને દુશ્મનના ઠેકાણાઓ પર સચોટ હુમલો કરે છે
- 2013થી જ આ મિસાઈલનું નિર્માણ થઈ રહ્યું છે.
- USSR સ્કડ મિસાઈલો, સાથે જ ઈરાની શહાબ-3 મિસાઈલો પણ આ રીતે હુમલો કરે છે.
મિસાઈલના હુમલાને સમજો
ડેઈલી મેઈલના એક રિપોર્ટ મુજબ ઈઝરાયેલી જેટે બ્લૂ સ્પેરો મિસાઈલ ફાયર કરી. આ મિસાઈલ પૃથ્વીના વાયુમંડળમાં ઉપરની તરફ જાય છે જેથી કરીને રડાર તેને ઈન્ટરસેપ્ટ ન કરે. અંતરિક્ષની સીમામાં પહોંચતા જ બુસ્ટર રોકેટથી વોરહેડ અલગ થાય છે અને ટાર્ગેટ લોક થાય છે. છેલ્લે મિસાઈલ ફરીથી વાયુમંડળમાં આવે છે અને ટાર્ગેટ પર પડે છે.
આ જ કારણ છે કે, બ્લૂ સ્પેરો મિસાઇલને રોકવી અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. ઈઝરાયલે દાવો કર્યો છે કે, મહિનાઓ સુધી ખામેનેઈની લોકેશન ટ્રેક કરવામાં આવી હતી અને જ્યારે તૈયારીઓ પૂર્ણ થઈ ત્યારે તેમના ઠેકાણે ભારે હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં ખામેનેઈ સાથે તેમની પત્ની અને કેટલાક અન્ય લોકોના મોત થયા હોવાનું કહેવામાં આવે છે..જ્યારે તેમના પુત્ર મોહમ્મદ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. ઈઝરાયેલી લડાકૂ વિમાનો દ્વારા 1000 કિલોમીટરથી વધુ અંતરેથી મિસાઇલો ફેકવામાં આવી હતી..અને આ હુમલો એટલો સચોટ હતો કે ખામેનેઈના કમ્પાઉન્ડને સીધું નિશાન બનાવવામાં આવ્યું.
ઇઝરાયલની સૈનિક ટેકનોલોજી કેટલી અદ્યતન
આ યુદ્ધમાં ઇઝરાયલે રેમ્પેજ, રૉક્સ અને એર લોરા જેવી સ્ટેન્ડ-ઓફ મિસાઇલો સાથે બ્લૂ સ્પેરોનો પણ ઉપયોગ કર્યો. જેથી પહેલા ઈરાનના એર ડિફેન્સ, રડાર અને કમાન્ડ સેન્ટરોને નષ્ટ કરી શકાય. બ્લૂ સ્પેરો જેવી મિસાઇલો બતાવે છે કે ઇઝરાયલની સૈનિક ટેકનોલોજી કેટલી અદ્યતન છે. અમેરિકા તરફથી સમુદ્રી અને હવાઈ હુમલા અને ઈઝરાયલના આ કથિત ઓપરેશનના ખુલાસા પછી સ્થિતિ વધુ વિસ્ફોટક બની શકે છે..હવે સમગ્ર વિશ્વની નજર એ પર છે કે ઈરાન આ પરિસ્થિતિનો જવાબ કેવી રીતે આપે છે..કારણ કે ઈરાન સ્પષ્ટ કહી ચૂક્યું છે કે શરૂઆત અમેરિકા અને ઇઝરાયલે કરી છે. પરંતુ અંત ઈરાન કરશે.
મધ્ય પૂર્વમાં વધતા આ સૈનિક તણાવ વિશ્વ સુરક્ષા માટે મોટો પડકારરૂપ સાબિત થઈ શકે છે. ઈઝરાયલની મિસાઇલ રણનીતિ અને અમેરિકાના હુમલાઓ વચ્ચે આ સંઘર્ષ કઈ દિશામાં જશે તે કહેવું મુશ્કેલ છે..કારણ કે દરેક દિવસે યુદ્ધ વધુ ઘાતક બની રહ્યું છે..
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














