નવી દિલ્હી: બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના નજીકના ગણાતા ડેપ્યુટી પીએમ ડેમિયન ગ્રીને રાજીનામું આપી દીધુ છે. તેમના કોમ્પ્યુટરમાંથી પોર્ન સામગ્રી મળી આવ્યા બાદ તેમણે આ પગલું ભર્યુ છે. ડેમિયન ગ્રીને આ અંગે સરકારને ખોટી જાણકારી આપી હતી. કોમ્યુટરમાં આ પ્રકારની સામગ્રી આચારસંહિતાનો ભંગ ગણાય છે. આ બાજુ વડાપ્રધાન થેરેસા મેએ તેમના અંગત ગણાતા ડેમિયનના રાજીનામા પર દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે મંત્રીઓ પાસેથી ઉચ્ચસ્તરના માપદંડોની આશા છે અને તેમના દેશમાં કોઈ પણ પ્રકારના શારીરિક શોષણના પીડિતોને સુરક્ષિત બોલવાની આઝાદી હોવી  જોઈએ. આ ઘટનાને લઈને ખુબ હોબાળો મચ્યો હતો અને ડેમિયને આરોપોથી ઈન્કાર કર્યો હતો પરંતુ ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું કે તેમણે આ અંગે ભ્રામક જાણકારીઓ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસમાં સાબિત થયું કે વર્ષ 2008માં હાઉસ ઓફ કોમન્સ કાર્યાલયમાં તેમના કોમ્પ્યુટર પર પોર્નોગ્રાફી મળવા દાવા સંલગ્નમાં ગ્રીને માહિતી હોવા છતાં ખોટા અને ભ્રમિત કરનારા નિવેદન આપીને મંત્રીઓની આચારસંહિતાનો ભંગ કર્યો છે. આંતરિક તપાસમાં કહેવાયું છે કે 4 અને 11 નવેમ્બરના રોજ ગ્રીને નિવેદન આપ્યા હતાં કે 2008ના દરોડા દરમિયાન પોલીસે જે અશ્લીલ  સામગ્રી જપ્ત કરી હતી તે અંગે તેમને કોઈ જાણકારી નહતી અને આ નિવેદન સંપૂર્ણ રીતે ભ્રામક અને અસત્ય હતું. ત્યારબાદ તેમણે સ્વીકાર્યુ હતું કે તેમણે ભ્રામક નિવેદન આપ્યા હતાં પરંતુ એ વાતથી ઈન્કાર કર્યો કે તેમણે સંસદના પોતાના કક્ષમાં કોમ્પ્યુટરમાં આ સામગ્રીને ડાઉનલોડ કરી હતી અથવા તો જોઈ હતી. 


ડેમિયલ ગ્રીન અગાઉ પૂર્વ રક્ષામંત્રીએ પણ આ પ્રકારના મામલાઓમાં પોતાના પદથી હાથ ધોવા પડ્યા પડ્ય હતાં. બ્રિટનના રક્ષામંત્રી માઈકલ ફેલને ગત એક નવેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું. તેઓ થેરેસા મેના મંત્રીમંડળના પહેલા મોટા નેતા હતાં જેમણે ખોટા આચરણના આરોપ બાદ પદથી રાજીનામું આપ્યું. ફેલને વડાપ્રધાન મેને પત્ર લખીને જણાવ્યું કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યાં છે. ડાઉનિંગ સ્ટ્રિટે ફેલનના રાજીનામાની પુષ્ટિ કરતા કહ્યું કે થેરેસાએ તેમના રાજીનામાનો સ્વીકાર કરતા ફેલનને પત્ર લખ્યો છે. થેરેસા મેએ ફેલનને લખ્યું કે હું તમારા આ ગંભીર વલણને બિરદાવુ છું. જેના દ્વારા તમે તમારા પદની ગરિમાનું ધ્યાન રાખ્યું અને ખાસ રીતે જવાનો, મહિલાઓ અને અન્ય સમક્ષ એક ઉદાહરણ રજુ કર્યું.