ગુજરાતી ન્યૂઝWorldઆ છે વિશ્વનો સૌથી મોટો પેટ્રોલપંપ, એક સાથે 120 ગાડીઓમાં ભરાઈ જાય છે પેટ્રોલ!

આ છે વિશ્વનો સૌથી મોટો પેટ્રોલપંપ, એક સાથે 120 ગાડીઓમાં ભરાઈ જાય છે પેટ્રોલ!

તમે પણ પેટ્રોલ પંપ પર જાવ તો ઘણીવાર ગાડીઓની લાઈન જોઈ હશે. પરંતુ શું તમે જાણો છો કે એક પેટ્રોલ પંપ એવો છે, જ્યાં એક સાથે 120 ગાડીઓ પેટ્રોલ ભરાવી શકે છે. આવો તેના વિશે જાણીએ..
 

આ છે વિશ્વનો સૌથી મોટો પેટ્રોલપંપ, એક સાથે 120 ગાડીઓમાં ભરાઈ જાય છે પેટ્રોલ!

ટેક્સાસઃ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો પેટ્રોલ પંપ ક્યાં છે?... શું તમને ખબર છે કે એકસાથે 120 કારને એકસાથે પેટ્રોલ-ડીઝલ ભરી શકાય તેવું સ્થળ ક્યાં છે?... જો તમે નથી જાણતા તો ફિકર નોટ. કેમ કે અમેરિકાના ટેક્સાસમાં એક જગ્યા એવી છે જેનો નજારો જોઈને તમારા હોશ ઉડી જશે. તે જોવામાં તમને લક્ઝુરિયસ મોલ જેવો લાગશે. ત્યાં તમે પેટ્રોલ પણ પૂરાવી શકશો અને ખાવા-પીવાની મજા પણ માણી શકશો... ત્યારે ક્યાં આવેલો છે વિશ્વનો સૌથી મોટો પેટ્રોલ પંપ?. જોઈશું આ અહેવાલમાં.

અહીંયા ગાડીઓની લાઈન પણ થતી નથી અને તમામ વાહનચાલકો સરળતાથી પોતાની કારમાં પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકે છે... આ પેટ્રોલપંપ અમેરિકાના ટેક્સાસમાં આવેલો છે. લૂલિંગ શહેરમાં બનેલા આ પેટ્રોલ પંપ બક ઈઝનો છે. જે ઓસ્ટિનથી લગભગ 47 માઈલ દૂર આવેલો છે. અહીંયા 120 જેટલાં પેટ્રોલ પંપ આવેલા છે.

Add Zee News as a Preferred Source

હાલમાં ટોડ નામના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે એક લાઈનમાં 120 પેટ્રોલપંપ છે અને અંદર એક બહુ જ મોટો સ્ટોપ આવેલો છે... જ્યાં મિઠાઈઓ, બેક્સ સામાન, મર્ચેન્ડાઈઝ, કપડાં સહિતની તમામ સુવિધા મળશે.

બક ઈઝ માત્ર એક પેટ્રોલ સ્ટેશન નથી. પરંતુ બારબેક્યૂ, ઘરનું બનેલું ફજ, બીવર નગેટ્સ, જર્કી અને તાજી પેસ્ટ્રીની સાથે એક અસાધારણ અનુભવ કરાવે છે... જો તમે પણ અમેરિકાના ટેક્સાસ શહેરની મુલાકાત લેવાના હોય તો તમારે ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ... કેમ કે દુનિયાનું સૌથી મોટું પેટ્રોલ પંપ હકીકતમાં અદભૂત અને  અવિસ્મરણીય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news