)
નાસાની Solar Dynamics Observatoryએ સૂરજના વાયુમંડળમાં 5,00,000 કિમી જેટલું મોટું કાણું જોયું છે. આ પતંગિયા આકારના કાણાની તસવીર 11 સપ્ટેમ્બરે લેવાઈ હતી. આ કાણું કે Coronal Hole સૌર હવાની એક લહેર ધરતી તરફ મોકલી રહ્યું છે જે અંતરિક્ષના મૌસમને પ્રભાવિત કરી શકે છે. કોરોનલ હોલ પર સૂરજનું ચુંબકીય ક્ષેત્ર ખુલી જાય છે જેનાથી સૌર હવાઓ અંતરિક્ષમાં સરળતાથી નીકળી શકે છે. દૂરબીનથી જોવા પર આ કાણું ગાઢ રંગનું દેખાય છે કારણ કે તેમાં સામાન્ય રીતે મળી આવતું ગરમ પ્લાઝમા હોતું નથી.
તે ધરતી પર ક્યારે પહોંચશે?
વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ સૌર હવાનો આ પ્રવાહ 14 સપ્ટેમ્બરના રોજ ધરતી પર પહોંચશે જ્યારે આ હવાઓ ધરતી સાથે અથડાશે તો G1 અને G2 સુધીના ભૂ-ચુંબકીય તોફાન લાવી શકે છે. આ તોફાનોથી સેટેલાઈટ અને અન્ય ટેક્નિકલ સિસ્ટમો પર અસર પડે છે. આ સમયે આવા તોફાનોની શક્યતા રસેલ-મેકફેરોન પ્રભાવ (Russell-McPherron effect)વધી જાય છે. તેનો અર્થ એ થયો કે આ સમયે Equinox નજીક હોય છે તો સૂરજ અને ધરતીના ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સંબંધ મજબૂત થાય છે.
કેવી રીતે કામ કરે છે આ ઘટનાઓ
સૌર ગતિની વેધશાળા દ્વારા આ પતંગિયા આકારના કાણાની જાણકારી વૈજ્ઞાનિકો માટે ખુબ કામની છે. તેનાથી તેમને એ સમજવામાં મદદ મળશે કે સૂરજ અને ધરતીનો સંબંધ કેવો છે. જેમ જેમ આ સૌર હવા ધરતીની પાસે આવી રહી છે વૈજ્ઞાનિકો આ ભૂચુંબકીય તોફાન પર નજર રાખી રહ્યા છે. G1 થી G2 કેટેગરીના સંભવિત તોફાન વૈજ્ઞાનિકોને એ સમજવામાંમ મદદ મળશે કે કોરોનલ હોલ સંલગ્ન ઘટનાઓ કેવી રીતે કામ કરે છે.
શું જાણકારી મળશે
સૂર્ય પર મળેલું આ પતિંગિયા આકારનું કાણુ અને તેમાંથી નીકળતી સૌર હવા જણાવે છે કે સૂરજના વાયુમંડળમાં કઈક હલચલ થઈ રહી છે. વૈજ્ઞાનિક સતત ધરતીના સ્પેસ વાતાવરણ પર આ સૌર ઘટનાઓની અસર પર નિગરાણી રાખી રહ્યા છે. આ પતંગિયા આકારનું કાણું હજુ પણ વૈજ્ઞાનિકોના રસનું કારણ બનેલું છે.