Canada ના પહેલાં હિંદુ મંત્રી અનીતા આનંદને મળી રક્ષા મંત્રાલયની જવાબદારી

અનીતાનો જન્મ 1967માં નોવા સ્કોટિયામાં ભારતીય મૂળના માતા-પિતાના ઘરે થયો હતો. જે બંને મેડિકલ પ્રોફેશનલ હતા. તેમની માતા સરોજ ડી. રામ પંજાબથી હતા અને પિતા એસ.વી. આનંદ તમિલનાડુથી આવતા હતા.

Canada ના પહેલાં હિંદુ મંત્રી અનીતા આનંદને મળી રક્ષા મંત્રાલયની જવાબદારી

ટોરન્ટો: કેનેડાના પહેલા હિંદુ કેબિનેટ મંત્રી અનીતા આનંદને મંગળવારે દેશના બીજા મહિલા રક્ષા મંત્રી બનીને ઈતિહાસ રચી દીધો. તે ભારતીય મૂળના કેનેડાના નાગરિક હરજીત સજ્જનની જગ્યા લેશે. પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડોએ પોતાના નવા મંત્રીમંડળની જાહેરાત કરી છે. જેમાં અનીતા આનંદને રક્ષા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.

કેબિનેટમાં ભારતનો દબદબો:
સજ્જનને આંતરરાષ્ટ્રીય મામલાના મંત્રી બનાવવામાં આવ્યા છે. તે સિવાય અન્ય એક ભારતીય-કેનેડાના મહિલા કમલ ખેડા, જે બ્રેમ્પટન વેસ્ટથી 32 વર્ષીય સાંસદ છે. તેમણે વરિષ્ઠ નાગરિકોના મંત્રીના રૂપમાં શપથ લીધા. તેનાથી ટ્રૂડો કેબિનેટમાં ભારતીય-કેનેડાની મહિલા મંત્રીઓની સંખ્યા ત્રણ થઈ ગઈ છે. કેનેડાની વિવિધતા, સમાવેશ અને યુવા મંત્રાલય સંભાળનારી હાલની ભારતીય-કેનેડિયન મહિલા મંત્રી બર્દિશ ચાગરને હટાવી દેવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં 6 મહિલા મંત્રીઓમાં બે ભારતીય-કેનેડિયન મહિલાઓનો સમાવેશ થાય છે. ટ્રૂડોએ કેનડાની સેનામાં યૌન દુરાચારના આરોપોને દૂર કરવામાં વિફળ રહેવા માટે હરજીત સજ્જનને ડાઉનગ્રેડ કરી દીધા અને અનીતા આનંદ-કમલ ખેડાને મહામારી દરમિયાન તેમના કામ માટે સન્માનિત કર્યા.

કામના થઈ ચૂક્યા છે વખાણ:
અનીતાનો જન્મ 1967માં નોવા સ્કોટિયામાં ભારતીય મૂળના માતા-પિતાના ઘરે થયો હતો. જે બંને મેડિકલ પ્રોફેશનલ હતા. તેમની માતા સરોજ ડી. રામ પંજાબથી હતા અને પિતા એસ.વી. આનંદ તમિલનાડુથી આવતા હતા. અનીતા જે ટોરન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. ટોરન્ટોની પાસે ઓકવિલે સાંસદના રૂપમાં ચૂંટાયા પછી 2019માં પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડો તરફથી સાર્વજનિક સેવા અને ખરીદ મંત્રીની જવાબદારી આપવામાં આવી હતી.

એર ઈન્ડિયા તપાસ પંચની મદદ કરી:
અનીતાએ વ્યાપક શોધની સાથે એર ઈન્ડિયા તપાસ પંચની સહાયતા કરી. પંચે 23 જૂન 1985માં એક ઈન્ડિયા કનિષ્ક ઉડાન 182ની બોમ્બ હુમલાની તપાસ કરી હતી. જેમાં બધા 329 લોકો માર્યા ગયા હતા. મોન્ટ્રિયલ-દિલ્લીની ઉડાનમાં જે બોમ્બ ફૂટ્યો હતો, તેને એક વર્ષ પહેલાં 1984માં ગોલ્ડન ટેમ્પલમાં સૈન્ય કાર્યવાહીનો બદલો લેવા માટે વાનકુંવર સ્થિત ખાલિસ્તાનીઓ દ્વારા લગાવવામાં આવ્યો હતો. અનીતા પહેલાં કેનેડાના એકમાત્ર મહિલા રક્ષા મંત્રી અને પૂર્વ પ્રધાનમંત્રી કિમ કેમ્પબેલ હતા. જેમણે 1993માં 4 જાન્યુઆરીથી 25 જુન સુધી 6 મહિના માટે પોર્ટફોલિયો સંભાળ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news