OMG...દર 16માં દિવસે અંતરીક્ષમાંથી પૃથ્વી પર આવે છે ખાસ પ્રકારના સંદેશ, એલિયન મોકલે છે?

શું જીવન ફક્ત આપણી ધરતી પર જ છે? આ સવાલ દરેકના મનમાં આવતો હોય છે. આ દુનિયામાં એલિયન જેવું કોઈ અસ્તિત્વ છે ખરું? છેલ્લા કેટલાક દિવસોથી વૈજ્ઞાનિકોને દૂર અંતરીક્ષથી એવા સંદેશા મળી રહ્યાં છે કે જેનાથી એવું લાગવા માંડ્યું છે કે ધરતીથી દૂર અન્ય ગ્રહો ઉપર પણ જીવન છે. 

Updated By: Feb 13, 2020, 09:34 PM IST
OMG...દર 16માં દિવસે અંતરીક્ષમાંથી પૃથ્વી પર આવે છે ખાસ પ્રકારના સંદેશ, એલિયન મોકલે છે?

નવી દિલ્હી: શું જીવન ફક્ત આપણી ધરતી પર જ છે? આ સવાલ દરેકના મનમાં આવતો હોય છે. આ દુનિયામાં એલિયન જેવું કોઈ અસ્તિત્વ છે ખરું? છેલ્લા કેટલાક દિવસોથી વૈજ્ઞાનિકોને દૂર અંતરીક્ષથી એવા સંદેશા મળી રહ્યાં છે કે જેનાથી એવું લાગવા માંડ્યું છે કે ધરતીથી દૂર અન્ય ગ્રહો ઉપર પણ જીવન છે. 

બીજા ગ્રહોના લોકોના સંદેશ મળવાની સંભાવના
કેનેડાની એક ઈન્સ્ટિટ્યૂટે અંતરીક્ષથી આવતા એક ખાસ પ્રકારના સંદેશનો પકડ્યો છે. ખાસ વાત એ છે કે આ સંદેશ દર 16 દિવસે મોકલવામાં આવી રહ્યો છે. આ સંદેશ રેડિઓ સિગ્નલ તરીકે આવી રહ્યો છે. જે એક ખાસ સમયે મળે છે. સંચાર વિજ્ઞાનની ભાષામાં તેને ફાસ્ટ રેડિઓ બ્રસ્ટ (એફઆરબી) કહે છે. આ રેડિઓ તરંગોના વહેણમાં છૂપાયેલા સંદેશને ડિકોડ કરવા માટે વૈજ્ઞાનિકો તનતોડ મહેનત કરી રહ્યાં છે. 

શરૂઆતમાં આ સંકેત નિયમિત રીતે નહતાં આવતા. પરંતુ ત્યારબાદ એક ખાસ સમયાંતરે આવવા લાગ્યા અને વધુ સ્પષ્ટ થયાં. જેનાથી જાણવા મળે છે કે આ સંદેશા કોઈ ખાસ ઉદ્ધેશ્યથી મોકલવામાં આવી રહ્યાં છે. 

કેનેડાના વૈજ્ઞાનિકોએ પકડ્યો આ સંદેશ
અંતરીક્ષથી આવતા આ સંદેશ કેનેડાના CHIMI(Canadian Hydrogen Intensity Mapping Experiment)  એટલે કે કેનેડિયન હાઈડ્રોજન ઈન્ટેન્સિટી મેપિંગ એક્સપરિમેન્ટમાં લાગેલા વૈજ્ઞાનિકોએ પકડ્યો છે. કેનેડાના એસ્ટ્રોફિઝિક્સ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક આ પ્રયોગમાં અનેક વર્ષોથી લાગેલા હતાં. આ દરમિયાન એક સ્નાતક રિસર્ચ વિદ્યાર્થીનું ધ્યાન અંતરીક્ષથી આવતા આ સંદેશાઓ પર ગયું. સૌથી પહેલા તેણે જ જાણકારી મેળવી કે આ રેડિઓ સંદેશ દર 16 દિવસના સમયગાળા પર આવી રહ્યાં છે. આ સંદેશ એટલા નિયમિત રીતે ધરતી પર પહોંચી રહ્યાં છે કે વૈજ્ઞાનિક આ વાત પર લગભગ એકમત થઈ ચૂક્યા છે કે આ એકમાત્ર સંયોગ જ નથી. 

આ પ્રકારના રેડિઓ સંકેતોમાં છૂપાયેલા સંદેશની જાણકારી ભેગી કરાઈ રહી છે
યુરોપના EVN ટેલિસ્કોપના આંકડાથી પણ કેનેડાના વૈજ્ઞાનિકોની શોધની પુષ્ટિ થઈ રહી છે. ગત વર્ષ 19 જૂન 2019ના રોજ તેમને સાંભળ્યા બાદ હાઈડ્રોજન પરમાણુઓ વચ્ચે થનારા કંપનોની મદદથી આ સંકેતોને વૈજ્ઞાનિક નોંધીને આંકડા તૈયાર કરી રહ્યાં છે. આ વિધિથી એક ખાસ સમયાંતરે આવતા રેડિઓ સંદેશાઓનું મેપિંગ કરાય છે. આ ખાસ સંદેશ એક ખાસ પેટર્ન પર આવી રહ્યાં છે. જેમને વૈજ્ઞાનિકો ડિકોડ કરવાની કોશિશ કરી રહ્યાં છે. 

કોઈ ગતિમાન વસ્તુથી આવે છે આ સંદેશ
વૈજ્ઞાનિકોને એ જાણવામાં સફળતા મળી ગઈ છે કે આ સંદેશાઓ ધરતીથી લગભગ 500 મિલિયન (લગભગ 50 કરોડ) પ્રકાશવર્ષ દૂરથી આવી રહ્યાં છે. વૈજ્ઞાનિકોએ 409 દિવસો સુધી અંતરિક્ષથી આવતા આ રેડિયો બ્રસ્ટ પર નજર જમાવી રાખી. તેમણે જાણ્યું કે આ તરંગો અંતરીક્ષથી ચાર દિવસ સુધી એક કલાક સુધી આવતા રહે છે. ત્યારબાદ આવવાના બંધ થઈ જાય છે. ત્યારબાદ 12 દિવસ સુધી શાંતિ રહે છે. આ પ્રક્રિયા વળી પાછી 12 દિવસ પછી શરૂ થઈ જાય છે અને તે 4 દિવસ સુધી ચાલુ રહે છે. 

ખાસ વાત એ છે કે આ તરંગો અલગ અલગ સ્થળોથી આવે છે. જેનાથી એવુ લાગે છે કે તે અંતરીક્ષમાં ઘૂમી રહેલા કોઈ ગ્રહ કે યાનથી આવે છે. કારણ કે પહેલો ફાસ્ટ રેડિઓ બ્રસ્ટ તારા અને ધાતુઓવાળા એક નાના ગેલેક્સીથી આવ્યો હતો. પરંતુ બીજો સંકેત એક અન્ય આકાશગંગા જેવી ઘુમાવદાર ગેલેક્સીથી આવ્યો હતો. 

જો આ સંદેશાઓ અંગે ખબર પડી જાય તો તે સ્પષ્ટ થઈ જશે કે ધરતી સિવાય અંતરીક્ષમાં અન્ય ગ્રહ ઉપર પણ જીવન છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube