)
Bhutan Chimi Lhakhang Temple: સામાન્ય રીતે ભારતમાં લોકો પોતાના મકાનો, ઘરો અને દુકાનોની બહાર લીંબુ મરચા કે નજરબટ્ટુ લગાવતા હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ ઓછાયો અને નકારાત્મકતા દૂર રહે છે. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે પરંતુ દુનિયામાં એક એવી જપણ જગ્યા છે જ્યાં લોકો પોતાના ઘરોની બહાર લિંગ લટકાવે છે. જી હા તમે બિલકુલ બરાબર સાંભળ્યું. આ જગ્યા આપણા પાડોશી દેશ ભૂટાનમાં આવેલી છે. અહીં ઘરોની દિવાલો પર, મંદિરો અને દુકાનોની બહાર તમને લિંગની વિશાળ ડિઝાઈન અને લાકડાના પ્રતિક જોવા મળી શકે છે.
ભૂટાનનું ફર્ટિલિટી મંદિર
ભૂટાનમાં લામા દ્રુકપા ક્યૂનલેને સમર્પિત ચિમી લ્હાખાંગ નામનું એક પ્રસિદ્ધ મંદિર છે. એવું માનવામાં આવે છે કે લામા દ્રુકપા ક્યૂનલેએ પોતાના શક્તિશાળી લિંગથી એક રાક્ષસીને હરાવી હતી. ઈન્સ્ટાગ્રામ પર સિમરન બલરાજ જૈન નામના એક યૂઝરેસ પોતાની યાત્રામાં ચિમી લ્હાખાંગ મંદિર વિશે જણાવ્યું છે. આ મંદિરને ભૂટાનનું ફર્ટિલિટી મંદિર પણ કહે છે.
એવું માનવામાં આવે છે કે મહિલાઓ અહીં સંતાન પ્રાપ્તિ માટે આવે છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં લિંગની પેન્ટિંગ ફર્ટિલિટીને પ્રોત્સાહન આપે છે અને ખરાબ આત્માઓ કે ખરાબ નજરથી બચાવે છે.
ખરાબ આત્માઓથી બચાવે છે લિંગ
એવું કહેવાય છે કે આ મંદિરને 14માં દ્રુકપા નવાંગ ચોગ્યાલે બનાવ્યું હતું. આ મંદિરની અંદર રહેલા સ્તૂપને એક યોગીએ બનાવ્યો હતો. તેમને ત્યાં 'ડિવાઈન મેડમેન' પણ કહેવામાં આવે છે. તેનો અર્થ એવો થાય છે કે તે વ્યક્તિ જે સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિમાં લીન હોય. કહેવાય છે કે દ્રુકપા ક્યૂનલે એક બૌદ્ધ ધર્મગુરુ હતા. તેઓ તિબ્બતથી ભૂટાન આવ્યા હતા. તેમણે પુનાખામાં ભૂતને ભગાડવા માટે લિંગના આકારના ડંડા બનાવીને તેના પર હુમલો કર્યો હતો. ભૂત કૂતરામાં ફેરવાઈ ગયા હતા. 'ડિવાઈન મેડમેન' મરેલા કૂતરાને એક સ્તૂપમાં લઈ આવ્યા. ત્યાંરથી ત્યાં લિંગને ખુબ મહત્વ અપાઈ રહ્યું છે. લોકો ઈમારતોમાં લિંગની આકૃતિ બનાવવા લાગ્યા. એવું માનવામાં આવે છે કે લિંગ આત્માઓથી ઘરની રક્ષા કરે છે.
આ વાતોનું ધ્યાન રાખો
અત્રે જણાવવાનું કે ચિમી લ્હાખાંગ મંદિર પુનાખાના લોબેસા ગામમાં આવેલું છે. તમે ત્યાં જવા માટે પ્રાઈવેટ ટેક્સી લઈ શકો છો. આ મંદિર સુધી પહોંચવા માટે ધાનના ખેતરોમાંથી થઈને જવું પડે છે. મંદિરમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી. આ સાથે જ ત્યાં ઊંચી અવાજમાં વાત કરવું પણ યોગ્ય ગણાતું નથી. મંદિરમાં જૂતા ઉતારીને જ જવાની મંજૂરી મળે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)